Latest

Monday, April 22, 2019

‘કબીર સિંહ’ના બીજા પોસ્ટરમાં શાહિદનો ધાંસૂ લુક, ભાઈ ઈશાને આપ્યું આવું રિએક્શન

‘કબીર સિંહ’નું સેકન્ડ પોસ્ટર લૉન્ચ

શાહિદ કપૂરે પોતાની આગામી ફિલ્મ ‘કબીર સિંહ’નું નવું પોસ્ટર શેર કર્યું છે. આમાં ફરી એકવાર તે ધાંસૂ લુકમાં દેખાઈ રહ્યો છે. પહેલા પોસ્ટર અને ટીઝરની જેમ બીજા પોસ્ટરને પણ ફેન્સનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ રિએક્શન આપનારા લોકોમાં શાહિદનો ભાઈ ઈશાન પણ છે.

ધાંસૂ લુકમાં દેખાયો શાહિદ

આ નવા પોસ્ટરમાં શાહિદ કપૂર વધેલી દાઢી અને વાળમાં દેખાઈ રહ્યો છે. પોસ્ટરમાં તે કાળા ચશ્મા પહેરી અને મોઢામાં સિગારેટ દબાઈને જોવા મળી રહ્યો છે. તેના એક્શપ્રેશન્સ તેને કૉન્ફિડેન્ટ અને કૂલ ડૂડનો લુક આપી રહ્યાં છે.

લાગી રહ્યું છે કે, આ પોસ્ટરમાં શાહિદનો એન્ટ્રી લુક લેવામાં આવ્યો છે. ટીઝરમાં પણ શાહિદની પ્રથમ ઝલક આવા જ લુકમાં છે.

ભાઈના લુક પર ઈશાને કર્યું રિએક્ટ

ઈશાનના રિએક્શનની વાત કરીએ તો પોતાના ભાઈનું આ પોસ્ટર જોઈને તે વિચારી ન શક્યો કે, આખરે શું લખવું. ત્યારે તેણે ‘YEEEEEEEEEEEEEHAWWWWWW’લખીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી.

‘અર્જુન રેડ્ડી’ની રીમેક છે ‘કબીર સિંહ’

જણાવી દઈએ કે, ‘કબીર સિંહ’ સાઉથની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની રીમેક છે. આમાં શાહિદ એક એવા શખસનું પાત્ર ભજવી રહ્યો છે જે મેડિકલ સ્ટડીમાં શાનદાર રેકોર્ડ ધરાવે છે અને એક જબરદસ્ત ડૉક્ટર પણ છે. જોકે, મેનેજમેન્ટના અભિગમ અને ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપને કારણે તે તે રુડ બીહેવ કરે છે અને નશામાં ચૂર રહે છે. આ ફિલ્મ 21 જૂનના રોજ રિલીઝ થશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2ULGmNm

No comments:

Post a Comment

Pages