Latest

Saturday, April 20, 2019

તિલક લગાવ્યા બાદ કેમ લગાવવામાં આવે છે ચોખા, જાણો

હિંદુ ધર્મમાં તિલકનું ખૂબ જ મહત્ત્વ છે

હિંદુ ધર્મમાં તિલકનું ખૂબ જ મહત્વ છે. ઘરમાં કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે તિલક લગાવવામાં આવે છે. તેની સાથે ચોખાના દાણા પણ લગાવવામાં આવે છે. શું તમને ખબર છે કે તે ચોખા શા માટે લગાવવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું તેની પાછળનું કારણ.

જાણો ચોખા લગાવવાનું વૈજ્ઞાનિક કારણ

હિન્દુ ધર્મમાં ચોખાને પવિત્ર માનવામાં આવે છે. ચોખાને હવનમાં દેવતાઓને ચઢાવવામાં આવે છે. તિલક પછી તેની ઉપર ચોખા લગાવવા ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. તિલક લગાવવાથી શાંતિ અને શીતળતા આવે છે. ચોખા લગાવવાનું કારણ શુદ્ધતા અને પવિત્રતા છે. શાસ્ત્રોમાં શ્વેત ચંદન, લાલ ચંદન, કુમકુમ, રાખ વગેરેથી તિલક લગાવવાને શુભ માનવામાં આવે છે.

આ કારણે કપાળ પર ચોખા લગાવવામાં આવે છે

ધાર્મિક અનુષ્ઠાનોમાં ચોખાનાં ઉપયોગથી સકારાત્મક ઊર્જા મળે છે. પૂજા દરમિયાન કપાળ પર તિલક અને ચોખા એ માટે લગાવવામાં આવે છે કે જેથી આપણી આજુબાજુ નકારાત્મક ઊર્જા આવે નહીં અને સકારાત્મક ઊર્જામાં તેનું રૂપાંતર થાય.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2veiUcI

No comments:

Post a Comment

Pages