ગોકુલધામમાં પાછા આવતાં જ જેઠાલાલ પર આવી મુસીબત

જાણીતી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ વખતે દર્શકોને મજેદાર એપિસોડ જોવા મળશે. સિંગાપોરમાં મજાક-મસ્તી કરીને પરત આવેલા ગોકુલધામવાસીઓ ફરીથી પોતાની રૂટિન લાઈફમાં વ્યસ્ત થઈ ગયા છે. હવે આગામી એપિસોડમાં તમે જોશો કે જેઠાલાલ ગડા ઈલેક્ટ્રોનિક્સ પહોંચે છે પણ દુકાન પહોંચીને તેને આઘાત લાગે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
નટુકાકા અને બાઘાને લીધે ફસાશે જેઠાલાલ?

વાત જાણે એમ છે કે, બજારમાં ખૂબ સસ્તા ભાવે એક નવો મોબાઈલ આવ્યો છે. શેઠજીને ખુશ કરવા માટે નટુ કાકા અને બાઘા ફટાફટ મોબાઈલનો ખૂબ મોટો ઓર્ડર કંપનીને આપી દે છે. જ્યારે જેઠાલાલને આ વાતની ખબર પડે છે ત્યારે તે નટુ કાકા અને બાઘા પર ગુસ્સો કરે છે. જેઠાલાલ વિચારમાં પડી જાય છે કે તે આટલા બધા મોબાઈલ કઈ રીતે વેચશે? પરંતુ હંમેશા આડું ચાલતું જેઠાલાલનું નસીબ તેનો સાથ આપે છે. ગડા ઈલેક્ટ્રોનિક્સમાં એક નેતાજીનો ફોન આવે છે અને તે મોબાઈલનો મોટો ઓર્ડર આપે છે.
જેઠાલાલને કોઈ ફસાવી રહ્યું છે?

આ ઓર્ડર મળતાં જ જેઠાની ખુશી સાતમા આસમાને પહોંચી જાય છે. જેઠાલાલને હાશ થાય છે કે પહેલીવાર નટુકાકાના આઈડિયાના કારણે બિઝનેસમાં કોઈ નુકસાન નથી થયું. જેઠાલાલ આ વાત બાપુજીને જણાવે છે અને બસ અહીંથી જ મુસીબતોનો આરંભ થાય છે. કોણ છે આ નેતાજી? કેમ તેમને આટલી મોટી સંખ્યામાં મોબાઈલ જોઈએ છે? શું જેઠાલાલને ફસાવવા માટે કોઈનું ષડયંત્ર છે? આ તમામ સવાલોના જવાબ આગામી એપિસોડમાં મળશે.
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2UDnArs
No comments:
Post a Comment