બિરયાની મસાલો
તમે ઘરે બિરયાની બનાવો ત્યારે બહારથી પેકેટમાં મળતો મસાલો લાવીને નાંખતા હશો. પરંતુ બહારથી મસાલો લાવ્યા કરતા તમે તેને ઘરે જ બનાવી શકો છો સાથે જ વર્ષ સુધી તેને સ્ટોર પણ કરી શકો છો. આ મસાલાને તમે પુલાવ બનાવતી વખતે પણ તેમાં ઉમેરી શકો છો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સામગ્રી

3 સુકા લાલ મરચાં
5-6 તમાલપત્ર
2 ચમચી સુકા ધાણા
1 ચમચી જીરું
1 ચમચી કાળું જીરું
2-3 જાવંત્રીના ફૂલ
2 મોટા ટુકડાં તજ
1 નાનું જાયફળ
7-8 લવિંગ
3 મોટી ઈલાયચી
3 બાદિયાના ફૂલ
8-10 નાની ઈલાયચી
1 મોટી ચમચી કાળા મરી
1 ચમચી વરિયાળી
1/2 ચમચી હળદર
બનાવવાની રીત

એક પેન લો. પેન ગરમ થઈ જાય એટલે તેમાં સુકા લાલ મરચાં અને તમાલપત્ર ધીમા તાપે શેકી લો. તે શેકાય જાય એટલે તેને એક બાઉલમાં લઈ ઠંડુ થવા દો. હવે ફરી એક પેન લો, તેમાં સુકા ધણા, જીરું અને કાળું જીરું લઈ ધીમા તાપે શેકી લો. તે શેકાય જાય એટલે તેને પણ એક બાઉલમાં લઈ ઠંડુ થવા દો.
બનાવવાની રીત

એક પેનમાં લો. તેમાં જાવંત્રીના ફૂલ, તજના ટુકડાં, જાયફળ, લવિંગ, મોટી એલચી, બાદિયાના ફૂલ, નાની એલચી, કાળા મરી અને વરિયાળી લઈ તેને ધીમા તાપે શેકી લો. આ બધા ખડા મસાલા શેકાય જાય એટલે તેને એક બાઉલમાં લઈ ઠંડા થવા દો. હવે એક મિક્સર જાર લો તેમાં શેકેલા બધા મસાલા અને હળદર લઈને તેને ક્રશ કરી બારીક પાઉડર બનાવી લો. તો તૈયાર છે બિરયાનીનો મસાલો. આ મસાલાને એરટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર પણ કરી શકો છો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VFYogx
No comments:
Post a Comment