Latest

Saturday, April 13, 2019

આ સરળ રીતથી ઘરે બનાવો પનીર બટર મસાલા, બધા ખાતા રહી જશે 😋👌

પનીર બટર મસાલા

આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. તેમાં પણ 17-18 પ્રકારની અલગ-અલગ વેરાયટી મળી રહે. તેમાંથી જ તમને આજે એક રેસિપી શીખવી રહ્યા છીએ અને તે છે પનીર બટર મસાલા

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સામગ્રી

200 ગ્રામ પનીર
બે નંગ સમારેલી ડુંગળી
બે નંગ ટામેટાં
એક ચમચી હળદર
ચપટી હિંગ
4-5 નંગ મરી
એક તમાલપત્ર
બે સુકા લાલ મરચાં
બે ટુકડાં તજ
3-4 નંગ લવિંગ
સ્વાદાનુંસાર મીઠું
ચાર ચમચી બટર
એક ચમચી તેલ
બે ચમચી લાલ મરચું પાઉડર
એક ચમચી દૂધની મલાઈ
ચપટી કસુરી મેથી

બનાવવાની રીત

પનીર બટર મસાલા બનાવવા માટે સૌ પ્રથમ ગ્રેવી બનાવવી પડશે. ગ્રેવી બનાવવા માટે, એક પેન લો, તેમાં બટર અને તેલ ગરમ કરવા મુકો. તે ગરમ થઈ જાય એટલે તેમાં હળદર, હિંગ, તમાલપત્ર, લવિંગ, મરી અને તજ લઈ શેકી લો. તે શેકાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટાં ઉમેરી ચડવા દો. તે ચડી જાય એટલે તેમાં મીઠુ અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ચડી જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી બધા ખડા મસાલા કાઢીને મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લો.

બનાવવાની રીત

હવે એક પેનમાં થોડુ તેલ અથવા બટર લઈ પનીરના ટુકડાં તેમાં ફ્રાય કરી લો. પનીરના ટુકડાં થોડા લાઈટ બ્રાઉનના થાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. હવે ફરી એક પેનમાં તેલ અને બટર લઈ તેને ગરમ થવા દો. તે ગરમ થઈ જાય એટલે ગ્રેવીને તેના ઉમેરી દો. ગ્રેવી થોડી ચડી જાય એટલે તેમાં પનીરના ટુકડાં અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ક્રીમ અથવા મલાઈ અને કસુરી મેથી ઉમેરી મિક્સ કરી લો. તો તૈયાર છે પનીર બટર મસાલા. પનીર બટર મસાલાને પરાઠાં અને છાશ સાથે ગરમાગરમ સર્વ કરો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Ij93dT

No comments:

Post a Comment

Pages