Latest

Wednesday, April 3, 2019

બ્લાઇન્ડ ફોલ્ડ ટ્રાય કરો ઇન્ટિમસીને કરી દેશે ડબલ

સેક્સ લાઈફની નિરસતાને દૂર કરવાનો ખૂબ જ સરળ પ્રયોગ

આજકાલ બિઝી લાઈફ શેડ્યુલ વચ્ચે ઘણા કપલની ફરિયાદ રહેતી હોય છે કે તેમની સેક્સ લાઈફ નિરસ થઈ ગઈ છે. મોટાભાગે આ નિરસતા એક જ પ્રકારની રુટિન લાઈફના કારણે આવે છે. ત્યારે સેક્સ લાઈફમાં પણ સમયાંતરે નવી નવી વસ્તુઓ ટ્રાય કરવી જોઈએ. લગ્ન થઈ ગયા હોય તેવા અથવા ખૂબ લાંબા સમયથી રિલેશનશિપમાં રહેતા કપલ્સ ઘણીવાર સેક્સ્યુઅલ એક્ટમાં ઇન્ટિમસી વધારવા માટે નવી નવી ટ્રિક શોધતા હોય છે. તેવામાં બ્લાઇન્ડફોલ્ડ સેક્સ એકવાર ટ્રાય કરવું જોઈએ. આ એક યાદગાર અનુભવ બની રહેશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બ્લાઇન્ડફોલ્ડ સેક્સ તમારા અનુભવને અનેક પ્રકારે સ્પાઇસ અપ કરી દે છે.

ઇન્દ્રિયો બની જાય છે સતેજ

બ્લાઇન્ડફોલ્ડના કારણે તમારી આંખો એકદમ બંધ રહે છે. ત્યારે આ ફેક્ટ યાદ રાખવાની જરુર છે કે જ્યારે તમારી આંખો બંધ રહે છે ત્યારે અન્ય ઇંદ્રિયો ખૂબ જ સતેજ થઈ જાય છે. આ કારણે તમે પાર્ટનરના પ્રત્યેક એક્ટ અને સિંપલ ટચને પણ ખૂબ જ અનુભવી શકો છો અને તે તમને તરત જ ઉત્તેજિત કરી દે છે.

દરેક સ્ટેપ સરપ્રાઇઝ

બ્લાઇન્ડફોલ્ડના કારણે તમને કંઈ જ દેખાતું નથી ત્યારે પાર્ટનરનું દરેક સ્ટેપ તમારા માટે સરપ્રાઈઝ જેવું હશે. આ ટિંગલિંગ જેવી ફિલિંગ તમારા દિલ અને શરીરના તારને ઝંકોરશે અને તમે એકદમ એક્સાઇડેટ થઈ જશો.

બસ એક જ વિચાર બીજું કંઈ જ નહીં

સેક્સ દરમિયાન કોઈ વ્યક્તિનું એક્સાઇડેટ ન હોવાનું કારણ છે તેમનું સતત બીજી કોઈ બાબત અંગે વિચારવું. પરંતુ બ્લાઇન્ડફોલ્ડના કારણે તમારું મગજ ફક્ત અને ફક્ત પાર્ટનરના ટચ પર ફોકસ કરશે. તેવામાં બીજી બાબતો પર ધ્યાન જવાની શક્યતા જ નહીં રહે.

નવી પોઝિશન કરી શકો છો ટ્રાય

ઘણીવાર કેટલીક નવી પોઝિશન પાર્ટનર શરમના કારણે ટ્રાય નથી કરતા. પરંતુ બ્લાઇન્ડફોલ્ટ આ સ્થિતિને બદલી નાખે છે. પાર્ટનર જ્યારે એકબીજા સાથે નજર જ મેળવી નથી શકતા તો નવી નવી સેક્સ પોઝિશન ટ્રાય કરવામાં તેમને વધુ સહેલાઈ રહે છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2I49CHM

No comments:

Post a Comment

Pages