Latest

Wednesday, April 3, 2019

કાળા કપડાથી મોં ઢાંકીને એરપોર્ટ પર જોવા મળ્યો આ એક્ટર

ઈરફાન ખાને ઢાંક્યું મોં

બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન તાજેતરમાં જ સારવાર પછી વિદેશમાંથી પરત ફર્યો છે. મંગળવારે સવારે ઈરફાન ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જોકે, તેણે પોતાનું મો કાળા કપડાથી ઢાંકીને રાખ્યું હતું. (All Pics: Yogen shah)

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

તસવીરોમાં લાગ્યો ફિટ

સારી વાત તો એ છે કે લાંબા સમયથી બીમાર રહેલા ઈરફાન ખાન એરપોર્ટ પરની આ તસવીરોમાં ફિટ લાગી રહ્યો છે.

બ્લુ ડેનિમ સાથે પ્રિન્ટેડ બ્લુ શર્ટમાં ઈરફાન

ઈરફાન ખાને બ્લુ ડેનિમ સાથે ફ્લાવર પ્રિન્ટેડ બ્લુ શર્ટમાં જોવા મળ્યો હતો. તેણે બ્લેક કલરની ટોપી પણ પહેરી હતી.

ફોટોગ્રાફર સામે હટાવ્યું માસ્ક

જ્યારે એરપોર્ટ પર ફોટોગ્રાફર સામે ઈરફાન પહોંચ્યો ત્યારે તેણે મોં પરથી માસ્ક હટાવ્યું હતું. ઈરફાન ખાનની તસવીર ગત મહિને પણ વાઈરલ થઈ હતી. જેના વિશે એવું કહેવાતું હતું કે આ તસવીર ઈરફાનની જ છે પરંતુ તે તસવીરોમાં તેનો ચહેરો જોવા મળ્યો નહોતો.

સારવાર માટે ગયો હતો લંડન

નોંધનીય છે કે ગત વર્ષે સોશ્યિલ સાઈટ દ્વારા ઈરફાને પોતાની બીમારી વિશે જણાવ્યું હતું. આ સાથે જ તે સારવાર માટે લંડન રવાના થયો હતો.

શરુ કરી શકે છે શૂટિંગ

જોકે, વચ્ચે વચ્ચે તે સોશ્યિલ મીડિયા પર આવતો રહેતો હતો. જોકે, તેની હેલ્થ અંગે કોઈ રીતની પાક્કી જાણકારી નથી મળી શકી. એવા પણ રિપોર્ટ્સ છે કે ઈરફાન ખાન ટૂંક સમયમાં જ ‘હિંદી મીડિયમ 2’નું શૂટિંગ શરુ કરી શકે છે.

‘હિંદી મીડિયમ’ની સિક્વલ

આ ફિલ્મ 2017માં આવેલી ‘હિંદી મીડિયમ’ની સિક્વલ છે. આ સાથે જ ઈરફાન ખાન તિગ્માંશુ ધુલિયાની એક ફિલ્મમાં પણ જોવા મળશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2YOzhdc

No comments:

Post a Comment

Pages