Latest

Wednesday, April 24, 2019

બાર ડાન્સર હતી પત્ની, પતિને નહોતું પસંદ તેનું કામ અને એક દિવસ…

પત્નીના કામથી નાખુશ પતિએ આવું કર્યું

ભિવંડી: પત્નીના ડાન્સ બારમાં કામ કરવાથી નારાજ એક શખસે કથિતપણે તેને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી. પાવરલૂમમાં કામ કરનારા પતિએ પહેલા ગળું દબાવી હત્યા કરી અને બાદમાં બોડીના ટુકડા કરી દીધા અને તેને પ્લાસ્ટિકના ડ્રમમાં ભરી સુમસામ વિસ્તારમાં ફેંકી દીધા. પોલીસે આ વ્યક્તિને અરેસ્ટ કરી લીધો છે.

આ રીતે કરાઈ આરોપીની ધરપકડ

પોલીસે મૃતદેહ બરામદ કર્યા બાદ ડ્રમની દુકાન દ્વારા આરોપીની શોધ કરી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ અને થાણે ગ્રામીણની પોલીસે ઘણી ટીમો બનાવી આરોપીની તપાસ શરૂ કરી દીધી. આરોપીને સોમવારે અરેસ્ટ કરી લેવાયો. આરોપીની ઓળખ હમીદ અન્સારી તરીકે થઈ છે. તે પત્ની સબીનાબીબી સરદાર સાથે નરપોલીમાં રહેતો હતો.

સ્થાનીક લોકોને મળ્યો હતો મૃતદેહ

થાણે ગ્રામીણ પોલીસે ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીને જણાવ્યું કે, શુક્રવારે ભિવંડી પોલીસને સ્થાનીક લોકો પાસેથી સૂચના મળી હતી કે, સોનાલે ગામમાં એક ડ્રમમાં મહિલાના શરીરના અંગ મળ્યા છે. થાણે ગ્રામીણ પોલીસ SP ડૉ. શિવાજી રાઠોડે ટીમો બનાવી આ પ્રકરણની તપાસ શરૂ કરી દીધી હતી. સાથે જ પોલીસે સીનિયર ઈન્સ્પેક્ટર વ્યંકટ અંધાલેની આગેવાનીમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ બનાવવામાં આવી.

CCTV ફૂટેજમાં ઝડપાઈ ગયો

અંધાલેની ટીમને જાણવા મળ્યું કે, ડ્રામ તારાપુરમાં બનાવવામાં આવ્યું હતું અને ભિવંડની દુકાનમાં વેચવામાં આવ્યું હતું. ત્યારબાદ એક ગોડાઉનમાં વેચવામાં આવ્યું અને તાજેતરમાં એક મજૂરે તેને કબાડીની દુકાન પર વેચ્યું હતું. પોલીસે કબાડીની દુકાનમાં લાગેલા CCTVની ફૂટેજની મદદથી આરોપીને ડ્રમ પોતાની સાથે લઈ જતા જોવામાં આવ્યો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2UGbcCs

No comments:

Post a Comment

Pages