સ્કીન માટે આટલું લાભકારી છે લીંબુ

માર્ચ મહિનાના અંતથી એપ્રિલ મહિના દરમિયાન ત્વચા ઘણી રૂક્ષ રહે છે. એવામાં સ્કીનને ક્લિયર રાખવી એક ચેલેન્જથી ઓછી નથી. લીંબુ એવી વસ્તુ છે જેને ખાઓ કે લગાવો સ્કીનને લાભ જ પહોંચાડે છે. ખાલી પેટ લીંબુ પાણી સાથે મધ ઉમેરીને પીવાથી શરીર ડિટોક્સ થાય છે, જેનાથી સ્કીન ક્લિયર થાય છે. લીંબુને સ્કીન પર ઘણાં પ્રકારે લગાવી શકાય છે જેનાથી સ્કીનનો રંગ નિખરે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સ્કીનને શું ફાયદો કરે છે?

લીંબુમાં આલ્ફા હાઈડ્રોક્સી એસિડ હોય છે જે કરચલીઓ દૂર કરે છે. તેમાં રહેલા બ્લીચિંગ એજન્ટ્સ ડાઘ-ધબ્બા દૂર કરી ત્વચાનો રંગ નિખારે છે. લીંબુમાં વિટામિન સી રહેલું છે. જે સ્કીન માટે ખૂબ ફાયદાકારક છે.
સ્ક્રબ તરીકે વાપરો

લીંબુમાં ખાંડ, નારિયેળ તેલ કે ઓલિવ ઓઈલ મિક્સ કરી સ્ક્રબ તરીકે લગાવો. આનાથી ડેડ સ્કીન નીકળી જશે અને ચહેરા પર ચમક આવશે.
ડાર્ક સર્કલ

ડાર્ક સર્કલ ઓછા કરવા માટે લીંબુમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને ઊંઘતી વખતે લગાવવાથી ડાર્ક સર્કલનો રંગ આછો થવા માંડે છે.
ફેસપેક

પપૈયું, એલોવેરા અને કાકડીના પલ્પમાં લીંબુનો રસ નીચોવો. આ પેસ્ટને ફેસપેક તરીકે લગાવો. આનાથી સ્કીનનો રંગ એક સરખો થશે.
બ્લીચિંગ માટે

1 ચમચી દહીં, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને મિનિટ સુધી ચહેરા પર લગાવો. આ નેચરલ બ્લીચનું કામ કરે છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2OV1uuk
No comments:
Post a Comment