Latest

Monday, April 29, 2019

‘એવેન્જર્સ’માં આ વ્યક્તિએ આપ્યો છે ‘આયર્ન મેન’નો અવાજ, શાહિદ સાથે છે આ રિલેશન

બે દિવસમાં 100 કરોડને પાર કમાણી

‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ આ ફિલ્મે રીલિઝ થતાં જ ધૂમ મચાવી છે. આ ફિલ્મે ભારતમાં બે દિવસમાં જ કમાણીમાં સો કરોડનો આંકડો પાર કર્યો છે. સામાન્ય ફેન્સથી લઈ બોલિવૂડ પણ આ ફિલ્મ પાછળ પાગલ થયા છે. જોકે, એવેન્જર્સના પહેલા ભાગે ફેન્સને ખૂબ જ નિરાશ કર્યાં હતાં. પહેલા ભાગમાં થેનોસ બધા જ સુપરહિરો ઉપર ભારે પડ્યો હતો. હવે બીજા ભાગમાં થેનોસ અને એવેન્જર્સની લડાઈ જોવા માટે ફેન્સ ઉત્સુક છે. આ ફિલ્મનું ટીઝર રીલિઝ થયું હતું ત્યારે બેકગ્રાઉન્ડમાં આયર્નમેનનો વોઈસ સાંભળવા મળતો હતો. શું તમે જાણો છો કે ‘એવેન્જર્સ’ના હિંદી વર્ઝનમાં ‘આયર્ન મેન’નો અવાજ કોણે આપ્યો છે?

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ ભાષાઓમાં થઈ છે રીલિઝ

ફિલ્મના પહેલા ભાગમાં બધા સુપરહિરોને થેનોસ બરાબરનો ધોઈ નાખે છે. હવે બીજા ભાગમાં આયર્ન મેન, કેપ્ટન અમેરિકા, બ્લેક વિડો, થોર, હલ્ક, એન્ટ મેન, હૉક આય વગેરે જોવા મળશે. આ ફિલ્મ અંગ્રેજી ઉપરાંત તેલુગુ, તામિલ અને હિંદીમાં પણ ડબ થઈ છે. તામિલમાં આયર્ન મેનનો અવાજ વિજય સેતુપતિએ આપ્યો છે. જોકે, તેના આ અવાજ બદલ લોકોએ ખૂબ જ ટ્રોલ કર્યો હતો.

રાજેશ ખટ્ટરે આપ્યો છે ‘આયર્ન મેન’નો અવાજ

આ ફિલ્મ હિંદીમાં પણ રીલિઝ થઈ છે અને આ ફિલ્મના હિંદી વર્ઝનમાં રાજેશ ખટ્ટરે આયર્ન મેનને પોતાનો અવાજ આપ્યો છે. રાજેશ ખટ્ટર ટેલિવિઝન એક્ટર, પટકથા લેખક અને એક ડબિંગ આર્ટિસ્ટ છે. રાજેશ ખટ્ટરે હિંદી, પંજાબી, ઉર્દુ અને અંગ્રેજી ભાષામાં વોઈસ ઓવર આપ્યાં છે. હિંદીમાં રાજેશ ખટ્ટરનો વોઈસ દર્શકોને ખૂબ જ પસંદ પડ્યો છે. રાજેશ ખટ્ટરે ‘પાઈરેટ્સ ઓફ કેરેબિયન’માં જેક સ્પેરો, ‘વેન હેલ્સિંગ’માં હ્યુજ જેકમેન જેવા કેરેક્ટર્સને પોતાનો અવાજ આપ્યો છે.

વોઈસ ઓવર ઉપરાંત કરે છે એક્ટિંગ

વોઈસ ઓવર ઉપરાંત રાજેશ બોલિવૂડ અને ટેલિવિઝનના નાના પડદે પણ ખૂબ જ સક્રિય છે. રાજેશ ખટ્ટરે ‘કુમકુમ-એક પ્યારા સા બંધન’,’સપના બાબુલ કા…બિદાઈ’, ‘બેહદ’, ‘ક્યા કસૂર અમલા કા’ અને ‘બેપનાહ’ જેવી ટેલિ સીરિયલમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત રાજેશ ખટ્ટર ‘ડોન 2’, ‘પ્રિન્સ’, ‘ખિલાડી 786’ અને ‘રેસ 2’ જેવી ફિલ્મ્સમાં પણ જોવા મળ્યા છે.

શાહિદ કપૂર સાથે છે રિલેશન

શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમે ત્રણ લગ્ન કર્યાં છે. જેમાંના પહેલા લગ્ન એક્ટર પંકજ કપૂર સાથે કર્યા હતાં. શાહિદ કપૂર તેમનું જ સંતાન છે. જ્યારે શાહિદ ત્રણ વર્ષનો થયો ત્યારે આ બન્ને અલગ થયા હતાં. પંકજથી અલગ થયા પછી નીલિમાએ રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યાં. ‘ધડક’ ફિલ્મથી ડેબ્યૂ કરનાર ઈશાન ખટ્ટર તેમનું જ સંતાન છે. 2001માં રાજેશ ખટ્ટર અને નીલિમા અલગ પડ્યા જે પછી નીલિમાએ નાનપણના દોસ્ત ઉસ્તાદ રઝા અલી ખાન સાથે ત્રીજા લગ્ન કર્યાં હતાં.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2XVrOrx

No comments:

Post a Comment

Pages