ભીંડાનું શાકઃ

આમ તો ભીંડા નાના-મોટા બધાને જ પસંદ હોય છે પરંતુ ભીંડાનું એક સરખુ શાક ખાઈને પણ ક્યારેક કંટાળો આવી જાય છે. આવામાં તમે ભીંડાના શાકની જુદી જુદી વેરાયટી બનાવો તો આખી સીઝન બધા પ્રેમથી ભીંડા ખાઈ શકે. તો શીખી લો ઢાબા સ્ટાઈલથી ભીંડી મસાલા બનાવવાની સરળ રેસિપી. એક વખત આ રીતે શાક બનાવશો તો પછી ભીંડાનું સાદુ શાક જલ્દી નહિ ભાવે.
સામગ્રીઃ

ભીંડા (સમારેલા)
એક ટમેટુ (ઝીણુ સમારેલું)
એક ડુંગળી (ઝીણુ સમારેલું)
એક નાની ચમચી આદુ-લસણની પેસ્ટ
અડધી નાની ચમચી જીરુ
એક નાની ચમચી હળદર
એક નાની ચમચી લાલ મરચા પાવડર
એક નાની ચમચી ધાણાજીરુ
તળવા માટે તેલ
સ્વાદાનુસાર નમક
સ્ટેપ 1

મધ્યમ આંચ પર પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ, ડુંગળી, આદુ લસણની પેસ્ટ નાંખી સાંતળો. ત્યાર બાદ ટમેટુ નાંખી સોફ્ટ થાય ત્યાં સુધી સંતળાવા દો.
સ્ટેપ 2

ત્યાર બાદ હળદર, લાલ મરચુ અને ધાણાજીરુ નાંખો. મસાલો ચડે એટલે તેમાં મીઠુ અને ભીંડા નાંખી 15-20 મિનિટ માટે સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.
સ્ટેપ 3

શાક વચ્ચે વચ્ચે હલાવ્યા કરવું. ભીંડા સોફ્ટ થઈને ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો. રોટલી સાથે ગરમાગરમ શાક સર્વ કરો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2UFC1KO
No comments:
Post a Comment