યૂઝરે એક્ટ્રેસને કરી ટ્રોલ

સોશિયલ મીડિયા આજે એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં લોકો સેલેબ્સને ટ્રોલ કરવાની એક પણ તક છોડતા નથી. આવી ટ્રોલિંગને સેલેબ્સ ઘણીવાર અવગણતા હોય છે પરંતુ કેટલીકવાર ટ્રોલિંગ તે લેવલે પહોંચી જાય છે જેના પર તેમણે રિએક્ટ કરવું જ પડે છે. આવું જ કંઈક થયું એક્ટ્રેસ પ્રિયા આનંદની સાથે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
‘એક્ટ્રેસ અપશુકનિયાળ છે’
Sridevi acted with @PriyaAnand in ENGLISH VINGLISH. @SrideviBKapoor is no more now. JK Rithish acted with Priya Anand in LKG. JK Rithish is no more now. WHOEVER ACTS WITH PRIYA ANAND, THEY R DYING. Is PRIYA ANAND a symbol of BAD LUCK for her costars? @RJ_Balaji
— Aanalagan (@lovel0velove143) April 21, 2019
ટ્વિટર પર એક શખ્સે ટ્વીટ કરી લખ્યું કે જે પણ પ્રિયા આનંદની સાથે કામ કરે છે, તેનું નિધન થઈ જાય છે. આ શખ્સે ટ્વીટમાં લખ્યું કે, ‘શ્રીદેવીએ ઈંગ્લિશ વિંગ્લિશમાં પ્રિયા આનંદ સાથે કામ કર્યું અને તે હવે આ દુનિયામાં રહ્યા નથી. જે.કે. રિતેશે પ્રિયા આનંદની સાથે એલકેજીમાં કામ કર્યું અને તેમનું પણ નિધન થઈ ગયું. જે પણ તેમની સાથે કામ કરે છે તેમનું નિધન થઈ જાય છે. શું પ્રિયા આનંદ પોતાના સાથી કલાકારો માટે અપશુકનિયાળ છે’.
એક્ટ્રેસે ટ્રોલરને આપ્યો જવાબ
I usually don't respond to people like you. But I just want to let you know that it is a very insensitive thing to say. I get that its easy to get away sounding dumb on social media but you my friend have it an all time low! I'm not going to respond by bringing you down…
— Priya Anand (@PriyaAnand) April 21, 2019
આ ટ્વીટ જોઈને પ્રિયાએ ટ્રોલરને જડબાતોડ જવાબ આપ્યો. તેણે ટ્વીટ કરી લખ્યું કે, ‘હું આમ તો તમારા જેવા લોકોને જવાબ આપતી નથી, પરંતુ હું તમને કહેવા માગું છું કે આ ખૂબ જ અસંવેદનશીલ છે. મને લાગે છે સોશિયલ મીડિયા પર કંઈ પણ બોલવું ખૂબ જ સરળ છે પરંતુ તમે આ ખરાબ રીતે કર્યું છે. હું તમને નીચા દેખાડી જવાબ આપનારી નથી’. તેણે આગળ લખ્યું કે, ‘તે વાતનું ધ્યાન રાખો કે તમારા શબ્દો કોઈને નુકસાન પહોંચાડી શકે છે. હું આશા રાખું છું કે આ રીતનો વ્યવહાર કરતા પહેલા તમે વિચારશો અને થોડો કંટ્રોલ રાખવાનો પ્રયાસ કરશો’.
ટ્રોલરે એક્ટ્રેસની માફી માગી
I am very sorry. I accept my mistake. I apologize. Today I was watching both of ur films LKG & ENGLISH VINGLISH. U r the common factor in both the films and such a question popped up. So I tweeted just like that. I thought u will never read tweets. Sorry to hurt u.
— Aanalagan (@lovel0velove143) April 21, 2019
આ બાદ ટ્રોલરને પોતાની ભૂલ સમજાઈ અને તે બાદ એક્ટ્રેસની માફી માગી. તેણે લખ્યું કે, ‘હું માફી માગુ છું. હું મારી ભૂલ સ્વીકારું છું. આજે હું તમારી ફિલ્મ એલકેજી અને ઈંગ્લિશ વિંગ્લિશ જોઈ રહ્યો હતો. તમને આ બંને ફિલ્મોમાં જોઈને મને સવાલ થયો, તો મેં એમ જ ટ્વીટ કરી દીધું. મેં વિચાર્યું કે તમે આ ટ્વીટ ક્યારેય નહીં વાંચો. તમને દુઃખ પહોંચાડવા બદલ માફી માગુ છું. જે બાદ એક્ટ્રેસે જવાબ લખતાં કહ્યું કે તમારી માફી માટે આભાર, હું તેની પ્રશંસા કરું છું’.
આ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે પ્રિયા આનંદ

બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવીનું નિધન ગયા વર્ષે દુબઈમાં આકસ્મિક રીતે થયું હતું. તો એક્ટર જે.કે. રિતેશનું નિધન હાર્ટ અટેક આવવાના કારણે થયું હતું. એક્ટ્રેસ પ્રિયા આનંદની વાત કરીએ તો, ફિલ્મ વામનનથી તેણે એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. તે ફુકરે અને રંગરેઝ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. પ્રિયા લીડર અને રામા રામા કૃષ્ણા કૃષ્ણા જેવી તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. હાલ તે અર્જુન રેડ્ડી સાથે તમિલ રિમેકમાં જોવા મળશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Zs4q6N
No comments:
Post a Comment