Latest

Sunday, April 7, 2019

વરુણ ધવનને ફેન તરફથી મળી ધમકી, કહ્યું ‘તારી ગર્લફ્રેન્ડને મારી નાંખીશ’ 😲😧

વરુણ ધવનને થયો ખરાબ અનુભવ

સેલેબ્સ સાથે ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે, જે તેમને જીવનભર યાદ રહી જાય. આવું જ કંઈક થયું છે વરુણ ધવન સાથે. વરુણ ધવન આમ તો પોતાના ફ્રેન્ડલી સ્વભાવના કારણે જાણીતો છે, પરંતુ આ વખતે તેને તેનો આ સ્વભાવ ભારે પડી ગયો છે. વરુણની એક ફેન છેલ્લા કેટલાક દિવસથી તેનો પીછો કરી રહી હતી અને અંતે તે તેના ઘર સુધી પહોંચી ગઈ. પરંતુ વરુણને મળવામાં સફળ ન થતાં તેને વરુણની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને મારી નાખવાની ધમકી આપી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ક્રેઝી ફેને આપી ધમકી

વરુણની ક્રેઝી ફેન કલાકો સુધી તેને મળવા માટે તેના ઘર બહાર ઉભી રહી. પરંતુ વરુણ હાલ તેની આગામી ફિલ્મ ‘કલંક’ના પ્રમોશનમાં બિઝી હોવાથી ઘરે નહોતો. જ્યારે વરુણના ઘરના સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે વરુણ આજે તેને મળી શકશે નહીં તો તે ભડકી ગઈ. તેણે વરુણના ઘર બહાર હંગામો મચાવી દીધો અને કહેવા લાગી કે તે વરુણની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને મારી નાંખશે.

GF નતાશા દલાલને મારી નાંખવાની ધમકી

સિક્યોરિટી ટીમે જણાવ્યિું કે પહેલા તો યુવતીએ પોતાને ઘાયલ કરવાની ધમકી આપી હતી અને બાદમાં નતાશાને નુકસાન પહોંચાડવાની વાત કરી હતી. જે બાદ સિક્યોરિટી ટીમે પોલીસને બોલાવી હતી. હાલ આ મામલે સાંતા ક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે પોલીસે કહ્યું કે વરુણના નિવેદન બાદ જ એફઆઈઆર નોંધાશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Kfsw18

No comments:

Post a Comment

Pages