Latest

Tuesday, April 23, 2019

આ પાંચ ગંધથી દૂર રહે છે મચ્છર, ઉનાળો હોય કે ચોમાસું નજીક પણ નહીં આવે

આ ગંધથી નજીક નહીં આવે મચ્છર

તમે નોંધ્યું હશે કે મચ્છરો કેટલાંક લોકોને વધુ કરડે છે તો કેટલાંકને ઓછા. આમ થવાના અનેક કારણો છે. મચ્છરોને અમુક પ્રકારની સુગંધ કે ગંધ આકર્ષિત કરે છે. આ જ કારણે મચ્છરો તે સુગંધની આસપાસ ભટક્યા કરે છે. માણસના શરીરમાંથી આવતી સ્મેલ પણ મચ્છરોને આકર્ષિત કરે છે. એટલે જ કેટલાક લોકોને મચ્છરો બહુ પરેશાન કરે છે. જો કે કેટલીક ગંધ એવી પણ છે જેનાથી મચ્છર દૂર ભાગે છે. આ પાંચ વાસથી મચ્છરોને એટલી નફરત છે કે ઉનાળો શું ચોમાસામાં પણ આસપાસ દેખાશે નહીં.

સેમસંગનો આ ફોન એકવાર જોઈ લેશો તો બીજો કોઈ ફોન કદાચ જોવો નહીં ગમે

લસણ

લસણની ગંધ મચ્છરોને બિલકુલ પસંદ નથી. જે લોકો લસણની કળીઓ ખાય છે તેમનું લોહી પીવું મચ્છરોને પસંદ નથી.

તુલસી એસેન્શિયલ ઓઈલ

તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તમારા માટે સારું જ છે. મચ્છરને તુલસીના પાનની સ્મેલ જરા પણ પસંદ નથી. તુલસીના પાનમાંથી બનેલા એસેન્શિયલ ઓઈલના કેટલાંક ટીંપા તમારા શરીર પર લગાવી લેશો તો મચ્છરો નજીક નહીં આવે.

પિપરમિંટ ઓઈલ

આ ઓઈલની સુગંધથી તાજગી આવે છે પરંતુ મચ્છરને બેભાન કરી દે છે. એટલે જ પિપરમિંટ ઓઈલના થોડા ટીંપા લગાવી લેશો તો મચ્છર આસપાસ ફરકશે નહીં.

લેમનગ્રાસ ઓઈલ

લેમનગ્રાસ ઓઈલની સ્મેલ લગભગ બધાને પસંદ હોય છે પરંતુ મચ્છર માટે આ ઝેર સમાન છે. આના થોડા ટીંપા લગાવશો તો મચ્છર દૂર રહેશે.

લીંબોળીનું તેલ

લીંબોળીનું તેલ મચ્છરથી બચવાનો સૌથી સસ્તો અને સરળ ઉપાય છે. જો કે તમારે આ તેલ શરીરના ખુલ્લા ભાગ પર લગાવવાનું રહેશે.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2PoU2rS

No comments:

Post a Comment

Pages