રાજેશ ચૌધરી, નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શનિવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર એક મહિલા દ્વારા લગાવાયેલા જાતિષ શોષણના આરોપની સુનાવણી કરી. આ દરમિયાન એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ પણ હાજર હતા. ચીફ જસ્ટિસે આવા આરોપો પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે, આવા આરોપ લાગશે તો કોણ સમજદાર જજ બનવા માગશે?
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
જણાવી દઈએ કે, સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સિવાય સોલિસિટર જનરલ તુષાર મહેતા, એટર્ની જનરલ કેકે વેણુગોપાલ, જસ્ટિસ મિશ્રા અને જસ્ટિસ ખન્ના હાજર હતા. કાયદાકિય વ્યવસ્થા પર ખતરો હોવાની વાત કરીને CJIએ કહ્યું- “ન્યાયતંત્રની સ્વતંત્રતા ખતરામાં છે. જો જજોને આ રીતે અપમાનિત કરવામાં આવશે તો કોઈ સારી વ્યક્તિ જજ શા માટે બનવાનું પસંદ કરશે? કોણ જજ બનવા માગશે અને માત્ર 6.8 લાખ રુપિયાના બેંક બેલેન્સ સાથે રિટાયર થવા માગશે?”
“કરીશ મહત્વના કેસોની સુનાવણી”
પોતાની સફાઈમાં રંજન ગોગોઈએ એમ પણ કહ્યું કે, તેમના પર આવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કારણ કે આગામી અઠવાડિયામાં કેટલાક મહત્વના કેસોની સુનાવણી કરવાની છે. જેમાં રાહુલ ગાંધી સામે માનહાનિ કેસ, વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર લાગેલી રોકની સુનાવણી જેવા કેસોનો સમાવેશ થાય છે. ગોગોઈએ સફાઈમાં જણાવ્યું કે, પોતાના 7 મહિનાના બચેલા સમયમાં તમામ સુનાવણી કરશે અને આમ કરવાથી કોઈ રોકી નહીં શકે.
સુનાવણી દરમિયાન કોણે શું કહ્યું?
ચીફ જસ્ટિસઃ જજને આ સ્થિતિમાં કામ કરવું પડે તો કોઈ સમજદાર વ્યક્તિ અહીં કામ કરવા માટે તૈયાર નહીં થાય. હું આ કમિટીનો ભાગ નહીં બનું જો કમિટી મહિલાના આરોપની તપાસ કરશે. આ મામલામાં અમારા સહયોગી જજ કેસને એક્ઝામિન કરશે. મને હાલની બેંચની રચના કરવી પડી કારણ કે આ મારી જવાબદારી છે અને આ અસાધારણ પગલું એટલા માટે ઉઠાવવું પડ્યું કારણ કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતરામાં છે. મહિાલનો આરોપ અક્લપનીય છે. હું સમજું છું કે, એ યોગ્ય નહીં કે આરોપોના જવાબ પણ આપું કારણ કે તે તમને નીચે લઈ જાય છે. કેટલીક તાકાતો આની પાછળ છે જે ચીફ જસ્ટિસની ઓફિસને નિષ્ક્રિય કરવા માગે છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાઃ આ મામલો ઘણો ગંભીરતાથી લેવો જોઈએ. વિચિત્ર વસ્તુઓ છાપવામાં આવી રહી છે.
એટર્ની જનરલઃ હું કોર્ટનો ઓફિસર છું પણ હું સરકારના બચાવના કારણે હુમલાનો શિકાર બનું છું. પહેલા બે કેસ એવા થયા કે આ મામલા પહેલા પૂર્વ સુપ્રીમ કોર્ટ જજની સામે હતો અને બીજો વકીલની સામે ત્યારે મીડિયાને કહેવાયું હતું કે તેઓ કશું પ્રકાશીત ના કરે.
જસ્ટિસ મિશ્રાઃ ચિંતા ન્યાયપાલિકાની સ્વતંત્રતાને લઈને છે. લોકોનો ન્યાયપાલિકા પર વિશ્વાસ છે.
જસ્ટિસ ખન્નાઃ જજ કેસમાં નિર્ણય લે છે પણ તેમને આ પ્રકારના તણાવમાં ના રાખવા જોઈએ. એક પૂર્વ કર્મીને પ્રક્રિયા હેઠળ નોકરીમાંથી હટાવવામાં આવે છે અને એકાએક તે એક દિવસ જાગે છે અને આ પ્રકારનો આરોપ લગાવે છે.
આરોપ લગાવનારી મહિલા વિશે ચીફ જસ્ટિસે શું કહ્યું
ચીફ જસ્ટિસે કહ્યું કે મહિલાના પતિ દિલ્હી પોલીસમાં છે અને તેમને એક ક્રિમિનલ કેસના કારણે સસ્પેન્ડ કરાયા હતા. સાથે જ મહિલાને પણ એક દિવસ કસ્ટડીમાં રહેવું પડ્યું હતું. ચીફ જસ્ટિસે જણાવ્યું કે તે મહિલા તેમની ઓફિસમાં 27 ઓગસ્ટ સુધી કામ કરી રહી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં 11 ઓક્ટોબરે ઉલ્લેખ કર્યો છે. તે ચીફ જસ્ટિસ મુજબ, તેમણે પોતે તેમને પ્રધાન સચિવ દ્વારા 12 અને 13 ઓક્ટોબરે સેક્રેટરી જનરલ મહિલાના ખરાબ વ્યવહાર વિશે માહિતી આપીને લેખિત ફરિયાદ કરી.
ગોગોઈએ આગળ કહ્યું, મહિલાના પતિ સતત મને ફોન કરીને તેમના પત્નીને ફરી કામ પર લેવા માટે કહેતા હતા. તેઓ પોતાનું સ્પેન્શન હટાવવા માટે મારી મદદ માગતા હતા. આ મહિલાનો ક્રિમિનલ રેકોર્ડ છે. 2011માં તેના પર બે એફઆઈઆર નોંધાઈ હતી. પહેલા કેસમાં ક્લીન ચીટ મળી હતી જ્યારે બીજા કેસમાં પોલીસે ચેતવણી આપીને છોડી દીધા હતા અને કહ્યું હતું કે તેમનો વ્યવહાર સુધારે. ચીફ જસ્ટીસે એક અન્ય મામલાનો ઉલ્લેખ કરીને મહિલા પર સુપ્રીમ કોર્ટમાં નોકરી લગાવવાના બદલે 50 હજાર રુપિયા માગવાનો આરોપ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Pjep9V
No comments:
Post a Comment