ચૂંટણી પહેલા રવિન્દ્ર જાડેજાનું ભાજપને સમર્થન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 23મી તારીખે મતદાન યોજાવાનું છે. લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને ગુજરાતમાંથી 26 બેઠકો જીતવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યો છે. ચૂંટણી પહેલા બોલિવૂડ સેલેબ્સ અને ક્રિકેટરો પોત-પોતાની ફેવરિટ પાર્ટીના સમર્થનમાં ઉતરી રહ્યા છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ભાજપ પક્ષ જોઈન કર્યો હતો. ત્યારે હવે ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમમાં સિલેક્ટ થનારા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ભાજપ તથા પત્નીના સમર્થનમાં પોસ્ટ કરી હતી. જે બાદ વડાપ્રધાને મોદીએ જાડેજાનો આભાર માન્યો હતો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
વડાપ્રધાને માન્યો જાડેજાનો આભાર
Thank you @imjadeja!
And, congratulations on being selected for the Indian cricket team for the 2019 World Cup. My best wishes. https://t.co/wLbssqSoTB
— Chowkidar Narendra Modi (@narendramodi) April 16, 2019
વડાપ્રધાને મંગળવારે જાડેજાની પોસ્ટનો જવાબ આપતા લખ્યું કે, ‘તમારો આભાર, @imjadeja! અને 2019ના વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ થવા બદલ અભિનંદન. મારી શુભેચ્છાઓ.’
ટ્વીટ કરીને આપ્યું હતું ભાજપને સમર્થન
I support BJP.@narendramodi #rivabajadeja jai hind
pic.twitter.com/GXNz5o07yy
— Ravindrasinh jadeja (@imjadeja) April 15, 2019
સોમવારે સવારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર બીજેપીનો ફોટો પોસ્ટ કરીને ‘I Support BJP’ પોસ્ટ કરી હતી. પોસ્ટમાં જાડેજાએ વડાપ્રધાન મોદીને ટેગ કર્યા અને પત્ની રિવાબા જાડેજાનું નામ પણ લખ્યું હતું. જે બાદ વડાપ્રધાને આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
પત્ની રિવાબા છે ભાજપના કાર્યકર્તા

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ 3 માર્ચે જામનગરના સીટિંગ MP પૂનમ માડમની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી જોઈન કરીને કેસરીયો ખેસ ધારણ કર્યો હતી. ત્યારે ચૂંટણી પહેલા જ જાડેજા પણ ભાજપના સમર્થનમાં આવ્યો છે.
પિતા અને બહેન કોંગ્રેસ પાર્ટીમાં

આ પહેલા 14મી એપ્રિલને રવિવારે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા અને પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ જામનગરમાં યોજાયેલી રેલીમાં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. આમ રવિન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં અને બહેન તથા પિતા કોંગ્રેસમાં જોડાતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2v9MOyo
No comments:
Post a Comment