Latest

Monday, April 29, 2019

ખુશી કપૂરે શાહરૂખના દીકરાને કર્યો રિજેક્ટ, આ સ્ટાર કિડ સાથે ડેબ્યૂ કરવા ઈચ્છે છે

બોલિવૂડમાં જલ્દી થશે ખુશી કપૂરનું ડેબ્યુ

શ્રીદેવીની દીકરી અને એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ધડક ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. જાહ્નવી બાદ હવે તેની નાની બહેન ખુશી કપૂર જલ્દી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. હાલમાં જ બંને બહેનો એક ટોક શોમાં જોવા મળી. આ દરમિયાન બંનેએ એકબીજાની કેટલીક ખાસ બાબતો જણાવી અને પોતાના સિક્રેટ્સ પણ ખોલ્યા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કરણ જોહરની ફિલ્મથી થશે ડેબ્યૂ!

શોમાં ફિલ્મોને લઈને પણ વાત થઈ. જાહ્નવીની ફિલ્મોમાં એન્ટ્રી બાદ ખુશી પણ હવે ફિલ્મોમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. ખુશીએ જણાવ્યું કે, હું જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરીશ, પહેલી ફિલ્મ હું કરણ જોહર સાથે કરવા ઈચ્છુ છું, પરંતુ હું જાણું છું કે મારી ફિલ્મમાં હીરોની પસંદગી મારા પિતા જ કરશે. કારણ તે તેઓ મને લઈને વધારે પ્રોટેક્ટિવ છે.

કયા સ્ટાર કિડ સાથે કરશે ડેબ્યૂ?

ખુશી કપૂરે કહ્યું, લોકો મારા વિશે વાત કરે છે કે હું ક્યારે બોલિવૂડમાં ડેબ્યૂ કરીશ. આ વાત સાંભળીને મજા આવે છે. હું હાલ સ્કૂલમાં છું તો સ્પષ્ટ રીતે મેં આ વિશે વિચાર્યું છે, પરંતુ આ હાલમાં નથી થઈ રહ્યું. શોની હોસ્ટ નેહા ધૂપિયાએ ખુશીને ત્રણ ઓપ્શન આપતા પૂછ્યું કે તે કોની સાથે બોલિવૂડ ડેબ્યૂ કરવા ઈચ્છશે, શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન, ચંકી પાંડેનો દીકરા અહાન પાંડે અથવા તો પછી જાવેદ જાફરીનો દીકરો મિજાન જાફરી સાથે? તો ખુશીએ અહાન પાંડેનું નામ આપ્યું.

આર્યન નહીં આ સ્ટાર કિડ છે પસંદ

ખુશીએ કહ્યું, મેં આ ત્રણેયમાંથી માત્ર અહાનને જ એક્ટિંગ કરતા જોયો છે આથી મને લાગે છે કે આ ઓપ્શન સારું રહેશે. જાહ્નવી કપૂરનું આ સવાલ પર અલગ મંતવ્ય હતું. જાહ્નવીએ ખુશીના ડેબ્યૂ માટે મિજાન જાફરીને કો-સ્ટાર તરીકે પસંદ કર્યો. જોકે પાછલા દિવસોમાં ચર્ચા ચાલી હતી કે ખુશી શાહરૂખના દીકરા આર્યન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2GRjPq3

No comments:

Post a Comment

Pages