ડાયટમાં સામેલ કરો બેસન

સામાન્ય રીતે લોકો વજન વધી જવાના ડરે સ્વાદિષ્ટ ભોજન લેવામાં ખચકાટ અનુભવે છે. જો તમે પણ એમાંથી એક હો તો તમારા માટે ખુશ ખબર છે! તમે હવે ડાયટમાં ચણાનો લોટ (બેસન)ને સામેલ કરો. વજન ઘટાડવામાં બેસન મદદ કરશે. બેસનમાં 38% પ્રોટીન અને 20% કાર્બ્સ હોય છે. ચણાની દાળમાંથી બનતા બેસનના પુડલા, કઢી, પેનકેક ખાઈને વજન ઉતારી શકો છો. જાણો બેસનથી કઈ રીતે વજન ઉતારશો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
વજન ઘટાડવામાં મદદ કરે

બેસનને કોઈપણ પ્રકારે તમારા ડાયટમાં સ્થાન આપો. આમાં વિટામિન B1, B2, B9નું પ્રમાણ વધુ હોય છે. એટલે બેસન ખાવાથી વજન ઘટે છે. બેસનમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. જો તમે શાકાહારી હો તો પ્રોટીનની પૂર્તિ કરવા બેસન ખાવું જોઈએ. 100 ગ્રામ બેસનમાં 20 ગ્રામ પ્રોટીન હોય છે. માટે ઘઉંના લોટની રોટલી ખાવાના બદલે બેસનની ખાઓ.
કોલેસ્ટ્રોલ વધતું નથી

બેસન ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધતું નથી અને ડાયાબિટીસનો પણ કોઈ ખતરો નથી. તેમાં ફાઈબર રહેલું હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે પણ બેસનનું સેવન કરવું જોઈએ. બેસન ખવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. બેસનમાં રહેલું થાઈમીન શરીરને એનર્જી આપે છે. બેસનનો ઉપયોગ આમ તો ઘણા દેશોમાં થાય છે પરંતુ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં ભોજન તરીકે વધુ વપરાય છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2Ij6x7x
No comments:
Post a Comment