Latest

Sunday, April 7, 2019

લોકસભાઃ ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યું થીમ સોંગ, જુઓ વિડીયો

જાહેર કરી ટેગલાઈન અને થીમ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો રણસંગ્રામ બરાબર જામી રહ્યો છે. દરેક પાર્ટી પોતપોતાની રીતે મતદાતાને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ટેગ લાઈન અને નવું થીમ સોંગ જાહેર કર્યું છે. ગત ચૂંટણીમાં ભાજપે ‘અબ કી બાર, મોદી સરકાર’ સૂત્ર આપ્યું હતું. હવે ભાજપ ‘ફિર એક બાર મોદી સરકાર’નું સૂત્ર આપ્યું છે. આ દરમિયાન નાણામંત્રી અરુણ જેટલી, પિયૂષ ગોયલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતાં.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

અરુણ જેટલીએ કર્યા પ્રહાર

થીમ લોન્ચ સમયે અરુણ જેટલીએ જણાવ્યું હતું કે,’ભાજપની પહેલી થીમ’કામ કરનાર સરકાર’, બીજી થીમ ‘ઈમાનદાર સરકાર’ અને ત્રીજી થીમ ‘મોટા નિર્ણયો લેનારી સરકાર’ હશે. અમારી ટેગ લાઈન ‘ફિર એક બાર મોદી સરકાર’ હશે. અમે રાષ્ટ્રીય સુરક્ષા, મહિલા સશક્તિકરણ, પ્રધાનમંત્રી કિસાન યોજના, કાળા ધન સામે લડાઈ અને સામાજીક યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમારી સરકાર કામ કરે છે. અમે પાંચ વર્ષમાં એકપણ વાર ટેક્સ વધાર્યો નથી. અમારી સરકારે મધ્યમવર્ગને ખૂબ રાહત આપી છે. અમારી સરકારનો વિશ્વાસ કામ કરવામાં છે.

આવું છે થીમ સોંગ

બીજી બાજુ અરુણ જેટલીએ કોંગ્રેસના મેનિફેસ્ટો પર પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું કે,’તેઓ નથી ઈચ્છતા કે કેન્દ્રમાં મજબૂત સરકાર બને. કોંગ્રેસે 72 વર્ષમાં કશું જ કર્યું નથી. અમે પાંચ વર્ષમાં ખૂબ કામ કર્યું છે. કોંગ્રેસનું ઘોષણાપત્ર જોઈને આશ્ચર્ય થાય છે કે તેમાં મધ્યમવર્ગ માટે કશું જ નથી. દેશની જનતાને નક્કી કરવાનું છે કે તેમને મજબૂત સરકાર જોઈએ કે મજબૂર સરકાર.’



from Page Array – I Am Gujarat http://bit.ly/2I5ffpY

No comments:

Post a Comment

Pages