ગેલેક્સી ફોલ્ડની સાથે આ મહિને લૉન્ચ થશે આ સ્માર્ટફોન

આ મહિને જે સ્માર્ટફોન લૉન્ચ થવા જઈ રહ્યા છે તે પૈકીના ઘણાં ફોન એવા છે કે જે બીજા દેશોમાં લૉન્ચ થઈ ચૂક્યા છે પણ ભારતમાં તેની રાહ જોવાઈ રહી છે. તો ચાલો જાણીએ કેટલાંક એવા સ્માર્ટફોન વિશે કે જે આ મહિને ભારતમાં લૉન્ચ થશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
રિયલમી 3 પ્રો

આ સ્માર્ટફોન આ મહિને ભારતમાં લૉન્ચ થશે. જ્યારે રિયલમી 3 સ્માર્ટફોન ભારતમાં અગાઉ જ લૉન્ચ થઈ ચૂક્યો છે.
નોકિયા 9 પ્યોર વ્યૂ

આ કેમેરામાં 5 રિયર કેમેરા જોવા મળશે, આ ફોનની કિંમત 45,000 રૂપિયા હોઈ શકે છે. આ ફોનના ફ્રન્ટમાં 12 અને 20 મેગાપિક્સલના કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
સેમસંગ ગેલેક્સી ફોલ્ડ

આ ફોન 26 એપ્રિલના રોજ ભારતમાં લૉન્ચ થઈ શકે છે, આ ફોનની કિંમત આશરે 1.37 લાખ રૂપિયા છે. આ ફોનમાં કુલ 6 કેમેરા છે અને તેમાં 12જીબી રેમ તેમજ 512જીબીનો સ્ટોરેજ છે.
વનપ્લસ 7

વનપ્લસનો આ પ્રીમિયમ સ્માર્ટફોન મે મહિનામાં ભારતમાં લૉન્ચ થઈ શકે છે. આ ફોનના બેકમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. ફોનની પાછળ 48 મેગાપિક્સલ+20+5 મેગાપિક્સલના કેમેરા હશે. જ્યારે, ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો પોપ-અપ સેલ્ફી કેમેરા હશે. આ ફોનમાં 12જીબીની રેમ અને 256જીબીનો સ્ટોરેજ હશે.
હુવાવે P30 પ્રો

આ સ્માર્ટફોન એમેઝોન પર કમિંગ સૂન ટેગની સાથે લિસ્ટેડ છે. આ ફોન ભારતમાં 9 એપ્રિલના રોજ લૉન્ચ થઈ શકે છે. આ ફોનની કિંમત 78,000 રૂપિયા હોઈ શકે છે. આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2FZYKYP
No comments:
Post a Comment