Latest

Tuesday, April 23, 2019

ભગવાનના દર્શન બાદ મંદિરની આસપાસ કેમ કરવામાં આવે છે પરિક્રમા?

કેમ કરવામાં આવે છે પરિક્રમા?

હિંદુ ધર્મમાં ભક્તો ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મંદિરે જતા હોય છે. ભગવાનના દર્શન કર્યા બાદ ઘણા લોકોને મંદિરની પરિક્રમા કરતા જોયા હશે અને તમે પણ કરી જ હશે. મંદિર જ નહીં ગુરુદ્વારામાં પણ પાઠ કર્યા બાદ આસપાસ પ્રદક્ષિણા કરવામાં આવે છે. સવારે સૂર્યદેવને જળ અર્પણ કરતાં લોકો પણ પૂજા દરમિયાન ગોળ ગોળ ફરે છે. આ પાછળનું કારણ શું છે તમે જાણો છો?

ઘરમાં સુખ-શાંતિ આવશે

હિંદુ ધર્મમાં મંદિરની પરિક્રમા કરવી શુભ માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો મુજબ મંદિર અને ભગવાનની આસપાસ પરિક્રમા કરવાથી સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશે છે. આ ઊર્જાને લઈને તમે ઘરે જાઓ છો ત્યારે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

ગણેશજીએ કરી હતી માતા-પિતાની પ્રદક્ષિણા

કથા અનુસાર, શંકર ભગવાનના બંને પુત્ર ગણેશ અને કાર્તિકેય વચ્ચે સમગ્ર સૃષ્ટિની આસપાસ ચક્કર લગાવવાની સ્પર્ધા ચાલતી હતી. ત્યારે ગણેશજીએ ચતુરાઈએ શિવ અને માતા પાર્વતીને પોતાની સૃષ્ટિ માન્યા અને તેમની આસપાસ ફર્યા હતા.

જીવનમાં રહેશે ખુશીઓ

ગણેશજીની જેમ જ લોકો પૂજા કર્યા બાદ ભગવાનને માતા-પિતા માનીને પરિક્રમા કરે છે. આમ કરવાથી ઘરમાં ધન-સમૃદ્ધિ આવે છે અને જીવનમાં ખુશાલી જળવાઈ રહે છે.

આ દિશામાં કરવી જોઈએ પરિક્રમા

મંદિરમાં પરિક્રમા હંમેશા ઘડિયાળના કાંટાની દિશામાં કરવી જોઈએ. મતલબ કે તમારે હંમેશા ભગવાનના જમણા હાથ તરફથી પ્રદક્ષિણા શરૂ કરવી જોઈએ. પરિક્રમા ઓછામાં ઓછી 8-9 વાર કરવી જોઈએ. પરિક્રમા કરતી વખતે બીજા સાથે વાતો કરવાને બદલે મંત્રોચ્ચાર કરવા જોઈએ.

વૈજ્ઞાનિક કારણ

પરિક્રમા કરવા પાછળ ધાર્મિક જ નહીં વૈજ્ઞાનિક કારણ પણ છે. માનવામાં આવે છે કે જ્યાં દરરોજ પૂજા થતી હોય ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. જ્યારે આ ઉર્જા મનુષ્યના શરીરમાં પ્રવેશે છે ત્યારે મનને શાંતિ મળે છે. જે ઘણી જરૂરી છે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2ICWNFd

No comments:

Post a Comment

Pages