શું કરાયો છે દાવો?

ફેસબુક અને ટ્વિટર પર ઘણાં યૂઝર્સ કૃત્રિમ આંગળીઓની તસવીર શૅર કરીને એ દાવો કરી રહ્યાં છે કે તેમને ભારતમાં ચૂંટણીમાં નકલી મત આપવાના હેતુથી બનાવવામાં આવી છે. ટાઈમ્સ ફેક્ટ ચેકને પણ આ તસવીરો એક ટેક્સ્ટ કાર્ડ સાથે મળી હતી. જેના પર લખ્યું છે કે,’મતદાન અધિકારીઓ સાવધાન! આંગળીને સારી રીતે ખેંચીને જુઓ અને યાદ રાખો, નકલી આંગળીઓ આવી રહી છે. મતની ચોરી કરવાની આ નવી રીત છે.’
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઈન્ટરનેટ પર થઈ વાઈરલ

આ પહેલીવાર નથી જ્યારે આ તસવીરો સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ રહી હોય. આ તસવીરો લગભગ દરેક ચૂંટણી સમયે ઈન્ટરનેટ પર વાઈરલ થતી હોય છે.
શું છે હકીકત?

કૃત્રિમ આંગળીઓની આ તસવીર જાપાનમાં ગેંગ્સ્ટર રહેલા કેટલાક લોકો માટે બનાવવામાં આવી હતી. ‘YAKUZA’નામથી ઓળખાતા જાપાની માફિયાના સભ્યોનો પોતાના અપરાધનું પ્રાયશ્ચિત કરવાનો એક રિવાજ હતો. જે હેઠળ તેઓ પોતાની આંગળીઓ કાપી નાખતાં હતાં. જાપાનના ટોકિયોમાં કૃત્રિમ અંગ બનાવનારી એક કંપની અનુસાર તસવીરમાં જોવા મળતી આંગળીઓ Yakuza ગેંગ્સટર્સ માટે બનાવવામાં આવી છે. જેનો ભારતની ચૂંટણી સાથે કોઈ જ લેવા દેવા નથી.
કેવી રીતે કરી તપાસ?

વાઈરલ થઈ રહેલી તસવીરોને ગૂગલ ઈમેજમાં સર્ચ કરવાથી તમને ખબર પડી જશે. ગૂગલ સર્ચ રિઝલ્ટ્સમાં ‘Deceptology’નામની વેબસાઈટમાં છપાયેલો એક આર્ટિકલ મળ્યો હતો. જેનું શિર્ષક ‘How fake pinkies help Japanese gangsters’ હતું.
આ આર્ટીકલમાં આપવામાં આવેલી ડિટેઈલ્સ ABC ન્યૂઝમાંથી લેવામાં આવી હતી. ABC ન્યૂઝના આર્ટિકલનું ટાઈટલ પણ અંતમાં લખ્યું હતું. વર્ષ 2013માં પ્રકાશિત ABC ન્યૂઝના આર્ટિકલનું ટાઈટલ ‘‘Prosthetic Fingers Help Reform Japan’s Feared Yakuza Gangster’ હતું.
ચૂંટણી પંચે ફગાવ્યો દાવો
Fake fingers being made for casting votes, I don’t know where we are going? pic.twitter.com/smDFyiC4GW
— TARUNKUMAR G.SINGHAL (@tarunsinghal_ca) April 16, 2019
આ આર્ટિકલમાં રહેલી તસવીરોને રિવર્સ ઈમેજ સર્ચ કરવાથી આપણને વર્ષ 2017માં મલેશિયન મીડિયામાં છપાયેલા આર્ટિકલ મળ્યા જે અનુસાર, ચૂંટણી પંચે નકલી મતદાન માટે કૃત્રિમ આંગળીના દાવાને ફગાવી દીધો હતો. આ રિપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ‘નકલી આંગળીઓ’ વિશે તપાસ કરવા પર તેમને ABC ન્યૂઝનો એ જ આર્ટિકલ મળ્યો હતો. જેનો ઉલ્લેખ આપણે ઉપર કરી ચૂક્યા છીએ.
જોકે, ઈન્ડિયા ટુડેની વેબસાઈટ પર વર્ષ 2017માં પ્રકાશિત ‘Busted fake fingers, real votes’ ટાઈટલ ધરાવતા ન્યૂઝ રિપોર્ટ અનુસાર કૃત્રિમ અંગ સપ્લાય કરનારે કેમેરા પર સ્વીકાર કર્યું છે કે સિલિકોનથી બનેલી આંગળીઓનું વેંચાણ વધ્યું છે. રાજનૈતિક પાર્ટીઓનો આભાર જે યુપી ચૂંટણીને પ્રભાવિત કરવા માટે તેની ખરીદી કરી રહ્યાં છે.
તારણ
Someone sent this! pic.twitter.com/bnwRZLSLiL
— Dr. S.Y. Quraishi (@DrSYQuraishi) February 20, 2017
ટાઈમ્સ ફેક્ટ ચેકને તપાસમાં જાણવા મળ્યું કે ભારતીય ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કૃત્રિમ આંગળીઓનો ઉપયોગ કરવાની સાથે જ જે તસવીરો શૅર થઈ રહી છે. તે જાપાનની છે ભારતની નહીં. આવી કોઈ આંગળીઓ ચૂંટણીમાં નકલી મતદાન માટે ઉપયોગમાં લેવાતી નથી. જોકે, હાલના કોઈ ન્યૂઝ રિપોર્ટ ઉપલબ્ધ નથી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2KGTnmT
No comments:
Post a Comment