18 એપ્રિલના રોજ દેશમાં લૉન્ચ થશે

બજાજની ક્યૂટ ક્વાડ્રીસાઈકલ 18 એપ્રિલના રોજ દેશમાં લૉન્ચ થશે. નેનો કરતા પણ નાની એવી આ ગાડી બજાજ ક્યૂટ પેટ્રોલ અને સીએનજી વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. તો ચાલો જાણીએ આ ગાડીની વિશેષતાઓ.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
વર્ષ 2012માં રજૂ કરવામાં આવી હતી

Bajaj Qute વર્ષ 2012માં ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2106 ઓટો એક્સ્પોમાં તેનું પ્રોડક્શન વર્ઝન પ્રદર્શિત કરવામાં આવ્યું.
વર્ષ 2018માં મળી સ્વીકૃતિ

બજાજ ઓટો એક્સપોર્ટ માર્કેટ માટે ઘણાં લાંબાસમયથી ભારતમાં ક્યૂટ કાર બનાવી રહી છે. વર્ષ 2018માં આ ગાડીને સ્વીકૃતિ મળી અને હવે તેનો કમર્શિયલ અને પર્સનલ ઉપયોગ કરી શકાય છે.
સાઈઝ

આ ગાડી ટાટા નેનો કરતા પણ નાની છે એટલે ભીડવાળી જગ્યામાં તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.
આ ગાડીમાં કેટલા લોકો બેસી શકે છે

આ ગાડીમાં આગળ 2 અને પાછળ 2 એમ કુલ 4 લોકો બેસી શકે છે. તેનું મહત્ત્મ વજન 400 કિલોગ્રામ છે.
એન્જિન

આ ગાડી તમે પેટ્રોલ અથવા તો સીએનજી ઓપ્શનમાં પણ ખરીદી શકો છો. પેટ્રોલ વર્ઝનમાં આ એન્જિન 13 bhpનો પાવર અને 18.9 Nm ટોર્ક જનરેટ કરે છે. બજાજ ક્યૂટનું એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ ધરાવે છે.
સ્પીડ અને માઈલેજ

આ ગાડીની ટોપ સ્પીડ 70 કિલોમીટર પ્રતિકલાક છે અને પેટ્રોલમાં 36 કિલોમીટર પ્રતિલીટર અને સીએનજીમાં 45 કિલોમીટર પ્રતિલીટરની માઈલેજ આપે છે.
કિંમત

બજાજ ક્યૂટના પેટ્રોલ વર્ઝનની કિંમત 2.64 લાખ અને સીએનજી વેરિયંટની કિંમત 2.84 લાખ રૂપિયા છે. આ કિંમતો એક્સ શોરૂમની છે.
from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat http://bit.ly/2V118I9
No comments:
Post a Comment