Latest

Saturday, April 20, 2019

ન્યાયપાલિકાની સ્વતંત્રતા ગંભીર ખતરામાં છે: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ

નવી દિલ્હી: ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા વિરુદ્ધ એક મહિલા દ્વારા લગાવાયેલા જાતિય શોષણના આરોપ પર શનિવારે સુપ્રીમ કોર્ટમાં વિશેષ સુનાવણી થઈ. સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ વિરુદ્ધના આરોપો પર એક અન્ય જજોની બેંચ સુનાવણી કરશે. કોર્ટે જણાવ્યું હતું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ગંભીર ખતરામાં છે. આ દરમિયાન સીજેઆઈએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવતા તેને આગામી સપ્તાહમાં કેટલાક મહત્વના મામલામાં થનારી સુનાવણી રોકવાના પ્રયાસનો કરાર આપ્યો હતો.

વિશેષ સુનાવણીનું કારણ જણાવતા સીજેઆઈ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, મેં આજે કોર્ટમાં બેસવાનું અસમાન્ય અને અસાધારણ પગલું લીધું છે, કારણકે મામલો ઘણો આગળ વધી ચૂક્યો છે. ન્યાયપાલિકાને બલિનો બકરો ન બનાવી શકાય. સુનાવણી દરમિયાન સીજેઆઈ ગોગોઈએ કહ્યું હતું કે આરોપો પાછળ કોઈ મોટી તાકાત હશે, તેઓ સીજેઆઈના કાર્યાલયને નિષ્ક્રિય કરવા માગે છે. તેમણે જણાવ્યું કે તેઓ આગામી સપ્તાહે મહત્વપૂર્ણ મામલાની સુનાવણી કરવાના છે, અને આ પ્રયાસ તે મામલાઓની સુનાવણી રોકવાનો પ્રયાસ છે.

સુનાવણી દરમિયાન સીજેઆઈએ કહ્યું કે, સ્વતંત્ર ન્યાયપાલિકાને અસ્થિર કરવા મોટું કાવતરું છે. હું આ ખુરશી પર બેસીશ, અને કોઈ ડર વિના ન્યાયપાલિકા સાથે જોડાયેલા મારા કર્તવ્યને પૂરા કરતો રહીશ. ઉલ્લેખનીય છે કે, સીજેઆઈ આવતા સપ્તાહે રાહુલ ગાંધી વિરુદ્ધ અવમાનનાનો કેસ, પીએમ મોદીની બાયોપિક રિલીઝ સાથે તમિલનાડુના વોટરોને કથિત રીતે લાંચ આપવાને કારણે ત્યાં ચૂંટણી સ્થગિત કરવાની માગની અરજી પર સુનાવણી કરવાના છે. જોકે, તમિલનાડુના વેલ્લોરને છોડીને તમામ લોકસભા બેઠકો પર વોટિંગ થઈ ચૂક્યું છે.

સીજેઆઈએ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું હતું કે આ અવિશ્વસનિય છે. મને નથી લાગતું કે આ આરોપોનું ખંડન કરવા માટે મારે આટલું નીચે ઉતરવું જોઈએ. આરોપોથી આહત સીજેઆઈએ કહ્યું કે તેમણે ન્યાયપાલિકાની 20 વર્ષ નિ:સ્વાર્થ સેવા કરી, જેનું આ પરિણામ મળ્યું છે. તેમણે કહ્યું કે, 20 વર્ષ કામ કર્યા બાદ મારી પાસે 6.8 લાખ બેંક બેલેન્સ અને 40 લાખ રુપિયા પીએફમાં છે. જ્યારે મારી વિરુદ્ધ કશુંય ન મળ્યું તો આરોપ લગાવવા એક મહિલાને ઉભી કરવામાં આવી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2IvoKyQ

No comments:

Post a Comment

Pages