Latest

Sunday, April 21, 2019

સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર છે અફઘાની ચા, આજે સાંજે જ ઘરે બનાવો 🍵

અફઘાની ચા

તમે સાદી ચા, ગ્રીન ટી કે પછી લેમન ટી તો પીધી જ હશે, પરંતુ ક્યારેય અફઘાની ચા પીધી છે. આ ચાનો ટેસ્ટ અન્ય ચા કરતાં એકદમ અલગ છે. સાથે-સાથે તે હેલ્ધી પણ છે.

સામગ્રી

બે કપ પાણી
3-4 ટુકડાં તજ
2-3 નાનાં આદુના ટુકડાં
3-4 એલચી
એક નાની ચમચી ચાની ભૂકી

બનાવવાની રીત

સૌ પહેલા મીડિયમ ફ્લેમ પર એક પેનમાં પાણીને ગરમ કરો. હવે એકવાર ઉભરો આવે એટલે તેમાં તજનાં ટુકડાં, આદુના ટુકડાં અને એલચી ઉમેરો. ધીમા તાપે આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેનો કલર થોડો પીળો ન થઈ જાય.

બનાવવાની રીત

પાણીનો કલર પીળો થાય એટલે ગેસ બંધ કરી, તેમાં ચા ઉમેરી ફરી ગેસ ઓન કરો અને તેને 2-3 મિનિટ સુધી ફરીથી ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી ચાને કપમાં ગાળી લો. તો તૈયાર છે અફઘાની ચા



from Page Array – I Am Gujarat http://bit.ly/2vghyOx

No comments:

Post a Comment

Pages