બંને હાથ નથી, છતાંય મતદાન માટે ગજબનો ઉત્સાહ

અમદાવાદ: શહેરી વિસ્તારોમાં લોકોમાં વોટિંગ પ્રત્યે ખાસ ઉત્સાહ નથી જોવા મળતો. લોકો ચૂંટણીના દિવસને રજાનો દિવસ ગણે છે, પરંતુ નવા વાડજમાં રહેતા માવજીભાઈ રામાણી જુદી માટીના માણસ છે. બંને હાથ ન હોવા છતાં માવજીભાઈ દરેક વખતે ભૂલ્યા વગર વોટિંગ કરે છે. માવજીભાઈને હાથ ન હોવાથી તેમને ડાબા પગની બીજી આંગળી પર શાહીનું નિશાન કરવામાં આવે છે. વોટ કરવા જનારા દરેક વ્યક્તિએ મત પત્રકમાં સહી પણ કરવાની હોય છે. હાથ ન હોવાથી માવજીભાઈ મોઢામાં પેન રાખીને સહી કરે છે. તેમના પત્ની પણ દિવ્યાંગ છે, છતાંય આ પતિ-પત્ની ચૂંટણીમાં મત કરવાનુ નથી ચૂકતા. આગળ જુઓ માવજીભાઈની પ્રેરણાદાયી તસવીરો. (તમામ તસવીર: યોગેશ ચાવડા)
from Page Array – I Am Gujarat http://bit.ly/2IV0tl0






No comments:
Post a Comment