ક્યુટ ડોટરના ફોટા પોસ્ટ કર્યા

અક્ષય કુમાર, સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કરી ચૂકેલી સાઉથ એક્ટ્રેસ આસીન એક્ટિંગની દુનિયાથી દૂર થઈ ગઈ છે. પરંતુ, તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક વખત પોતાના પરિવારના ફોટા પોસ્ટ કર્યા છે. થોડા દિવસ પહેલા તેણે પોતાની ક્યુટ ડોટરના ફોટા પોસ્ટ કર્યા હતા. આ ફોટામાં તે એકદમ ક્યુટ લાગી રહી છે અને બાઈક પર બેસીને આવો મસ્ત પોઝ આપી રહી છે. તેનું નામ આરીન છે. તે બ્લેક ચશ્મા પહેરીને બાઈક પર સ્ટાઈલીશ પોઝ આપી રહી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
હાર્લી ડેવિડસન પર આપ્યો પોઝ

બ્લુ જીન્સ અને બ્લેક કોટમાં તેણે હાર્લી ડેવડસન બાઈક પરથી મસ્ત પોઝ આપ્યો હતો. જેની ઓનરોડ કિંમત આશરે રુ. 20 લાખ છે. આ ફોટો શેર કરતા આસીને કહ્યું હતું કે, આરીન 18 મહિનાની થઈ ગઈ છે. 25 ઑક્ટોબર 2017ના રોજ તેનો જન્મ થયો હતો. પહેલા જન્મદિવસ પર આસીન અને તેની ફ્રેન્ડ રવીના ટંડને આરીનને ખૂબ જ મોંઘું રમકડું ગિફ્ટ કર્યું હતું. બીજા એક ફોટામાં આરીન કાર ડ્રાઈવ કરી રહી છે.
એકદમ સ્ટાઈલીશ છે લુક

આરીન દેખાવમાં ખૂબ જ ક્યુટ છે અને અનેક વખત સ્ટાઈલીશ પોઝ આપી ચૂકી છે. વર્ષ 2016માં જ્યારે આસીનના લગ્ન થયા હતા ત્યારે કોઈને ખબર ન હતી કે, તે રાહુલ શર્મા જેઓ માઈક્રોમેક્સના સ્થાપક છે. તેની સાથે ડેટ કરી રહી છે. જોકે, આક્ષય કુમારે જ આસિન અને રાહુલની દોસ્તી કરાવી હતી. બોલિવૂડમાં અક્ષય કુમાર આસિનનો ખૂબ જ નજીકનો દોસ્ત છે. બંનેએ ‘ખિલાડી 786’ અને ‘હાઉસફૂલ-2’માં સાથે કામ કર્યું હતું. તેની ફિલ્મના ફાયનાન્સર રાહુલ શર્મા હતા જે અક્ષય કુમારના મિત્ર છે.
શું કહ્યું રાહુલ શર્માએ?

ફોટા સાથે રાહુલ શર્માએ પોસ્ટ કર્યું હતું કે, મારી દીકરી એક વર્ષની થશે. આટલો સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ન પડી. આરીનનો જન્મ થયો ત્યારે અક્ષય કુમારે ખાસ આસીનના ખબર અંતર પૂછ્યા હતા અને મળવા પણ પહોંચ્યો હતો. હાલમાં આસિન કોઈ પ્રકારની ફિલ્મ સાથે જોડાયેલી હોવાના અહેવાલ નથી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2XXaNgX
No comments:
Post a Comment