Latest

Monday, April 8, 2019

‘કબીર સિંહ’નું ટીઝર લોન્ચ, શાહિદ કપૂરની એક્ટિંગ જોઈ રૂંવાડા ઊભા થઈ જશે😵😵

કબીર સિંહનું ટીઝર લોન્ચ

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર હાલમાં પોતાની ફિલ્મ કબીર સિંહના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ તેલુગૂ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે અને લાંબા સમયથી ચર્ચામાં છે. ઓરિજનલ ફિલ્મમાં જ્યાં વિજય દેવરાકોંડા જોવા મળ્યો હતો, તો આ ફિલ્મમાં તેનું પાત્ર શાહિદ ભજવશે. હાલમાં જ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું છે. ટીઝરમાં શાહિદ કપૂરનો લુક જોવા લાયક છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ઈન્ટેન્સ લુકમાં દેખાયો શાહિદ

કબીર સિંહના ટીઝરમાં શાહિદ ઈન્ટેન્સ લુકમાં દેખાઈ રહ્યો છે. આ ટીઝર આવતા જ વાઈરલ થઈ ગયું છે. શાહિદના ફેન્સને તેનો આ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેમાં શાહિદ વધેલી દાઢી, દરેક વખતે સિગારેટ પીતા દેખાય છે. એક મિનિટના આ ટીઝરમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ કિયારા અડવાણી બિલકુલ છેલ્લે દેખાય છે. ટીઝરે ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી દીધી છે. આ એક ઈન્ટેન્સ લવસ્ટોરી છે. જેમાં એક મેડિકલ સ્ટુડન્ટની સ્ટોરી બતાવાઈ છે, જેને ખૂબ ગુસ્સો આવે છે અને તે તેના પર કંટ્રોલ નથી કરી શકતો. રિલેશનશિપ ફેઈલ થવા પર કબીર સિંહ દારૂનો વ્યસની થઈ જાય છે. ટીઝરના આ વાતને જ દર્શાવાઈ છે.

કિયારા અડવાણી સાથે જામશે જોડી

જણાવી દઈએ કે ટીઝર પહેલા શાહિદે ફિલ્મનું પોસ્ટર શેર કર્યો હતું. જેમાં શાહિદની આકૃતિ હતી અને તે સિગરેટ સળગાવતા દેખાઈ રહ્યો હતો. આ પહેલા સેટ્સના ફોટો પણ વાઈરલ થયા હતા. આ ફિલ્મમાં શાહિદ સાથે પહેલા તારા સુતરિયાના કાસ્ટ કરાઈ હતી, પરંતુ તારા, કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી ડેબ્યૂ કરવા માટે આ ફિલ્મથી અલગ થઈ હતી. આ બાદ ફિલ્મમાં કિયારાની એન્ટ્રી થઈ. કિયારા અને શાહિદ આ પહેલા મ્યૂઝિક વીડિયો ‘ઉર્વશી’માં એક સાથે જોવા મળી ચૂક્યા છે.

21 જૂને રિલીઝ થશે ફિલ્મ

કબીર સિંહને સંદીપ વાંગાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 21 જૂન 2019એ રિલીઝ થશે. શાહિદને જ્યારે તેના કેરેક્ટર પ્લે કરવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે મને લાગે છે કે કબીર સિંહ ખૂબ જ સ્પેશિયલ છે અને એર્જુન રેડ્ડી અમેઝિંગ હતો. આ રીમેક બનાવવું ખૂબ તણાવપૂર્ણ છે, ખાસ કરીને ત્યારે જ્યારે આ ફિલ્મને ખૂબ પ્રમે મળ્યો હોય.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2D2PulP

No comments:

Post a Comment

Pages