સરદાર લુકમાં દેખાયો વિરાટ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આજે ટ્વીટર પર પોતાનો નવો લુક શેર કર્યો છે. વિરાટ પંજાબી લુકમાં દેખાઈ રહ્યો છે અને તેણે માથે પાઘડી, પઠાણી સૂટ અને કાળા રંગની પંજાબી મોજડી પહેરી છે. વિરાટે ડાબા હાથે કડું પણ પહેર્યું છે. ગુલાબી પાઘડી પહેરી આ તસવીરમાં વિરાટે હાથ જોડેલા છે અને તેણે તસવીરની સાથે ‘બધાને સત શ્રી અકાલ’ લખી અભિનંદન પાઠવ્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
વાયરલ થઈ રહ્યો છે કોહલીનો નવો લુક
Sat Shri Akal saarreyaan nu!
pic.twitter.com/KWMACuCzuQ
— Virat Kohli (@imVkohli) April 17, 2019
વિરાટનો આ નવો લુક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આ તસવીરને 38 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે અને ઘણા બધા લોકો તેને રીટ્વીટ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, કોહલી અત્યારે IPLમાં વ્યસ્ત છે. તે પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમી રહ્યો છે. જોકે, અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન એકદમ નબળું રહ્યું છે.
RCBનું નબળું પ્રદર્શન

RCBની ટીમ અત્યાર સુધી 8 મેચ રમી ચૂકી છે અને તેમાંથી તેને 7 મેચોમાં હારનો સામનો કર્યો છે. RCBને એકમાત્ર જીતી KXIP વિરુદ્ધ મળી હતી. આ સિઝનમાં હવે વિરાટની ટીમનું પ્લેઑફમાં પહોંચવું લગભગ અશક્ય લાગી રહ્યું છે.
વર્લ્ડ કપ પર હશે ફોકસ

IPL બાદ વિરાટની નજર હવે ઈગ્લેન્ડમાં શરૂ થનારા વર્લ્ડ કપ પર છે. તાજેતરમાં જ ભારતની વર્લ્ડ કપ ટીમની ઘોષણા થઈ છે. વિરાટની આગેવાનીમાં સિલેક્ટર્સે 15 સભ્યોવાળી ટીમ પસંદ કરી છે. વિરાટ કરિયરમાં ત્રીજીવાર વન-ડે વર્લ્ડ કપ રમશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – I Am Gujarat http://bit.ly/2XnDd38
No comments:
Post a Comment