Latest

Sunday, April 7, 2019

આ રીતે ઘરે બનાવો કાજુ કરી, બધા આંગળા ચાટતાં રહી જશે 😋

કાજુ કરી

લગ્ન પ્રસંગમાં જઈએ એટલે જમવામાં એક પંજાબી શાક તો હોય જ, રેસ્ટોરાંમા જમવા જઈએ તો પણ આપણે પંજાબી શાક જ ખાતા હોઈએ છીએ. તેમા પણ જો બધાનું ફેવરિટ કોઈ શાક હોય તો તે છે કાજુ કરી. કાજુ કરી બનાવવી એકદમ સરળ છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સામગ્રી

1 કપ કાજુ
બે નંગ સમારેલી ડુંગળી
બે નંગ ટામેટાં
એક ચમચી હળદર
ચપટી હિંગ
4-5 નંગ મરી
એક તમાલપત્ર
બે સુકા લાલ મરચાં
બે ટુકડાં તજ
3-4 નંગ લવિંગ
સ્વાદાનુંસાર મીઠું
બે ચમચી બટર
એક ચમચી તેલ
બે ચમચી લાલ મરચું પાઉડર
1 ચમચી દૂધની મલાઈ
ચપટી કસુરી મેથી

બનાવવાની રીત

કાજુ કરી બનાવવા માટે પહેલા તેની ગ્રેવી તૈયાર કરવી પડશે. ગ્રેવી બનાવવા માટે, એક પેન લો, તેમાં બટર અને તેલ ગરમ કરવા મુકો. તે ગરમ થઈ જાય એટલે તેમાં હળદર, હિંગ, તમાલપત્ર, લવિંગ, મરી અને તજ લઈ શેકી લો. તે શેકાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટાં ઉમેરી ચડવા દો. તે ચડી જાય એટલે તેમાં મીઠુ અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ચડી જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી બધા ખડા મસાલા કાઢીને મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લો.

બનાવવાની રીત

હવે એક પેનમાં થોડુ બટર લઈ તેમાં કાજુને શેકી લો. તે શેકાઈ જાય એટલે તેને બહાર કાઢી લો. હવે આ જ પેનમાં બનાવેલી ગ્રેવીને ઉમેરી થોડી વાર ચડવા દો. હવે તેમાં કાજુના ટુકડાં અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ક્રીમ અથવા મલાઈ અને કસુરી મેથી ઉમેરી હલાવી લો. તો તૈયાર છે કાજુ કરી. આ કાજુ કરીને પરાઠાં સાથે ગરમાગરમ સર્વ કરો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2YYHiwD

No comments:

Post a Comment

Pages