Latest

Monday, April 22, 2019

લગ્નના બે વર્ષમાં બીજા પતિ સાથે બગડ્યા સંબંધો, ફરીથી ડિવોર્સ લેશે આ ટીવી એક્ટ્રેસ!

પ્રિયા બઠીજાનું લગ્નજીવન ભંગાણના આરે?

ટીવી એક્ટ્રેસ પ્રિયા બઠીજાની પર્સનલ લાઈફમાં કંઈ ઠીક નથી. રિપોર્ટ્સ મુજબ પ્રિયા અને તેના પતિના સંબંધોમાં ખટરાગ છે. પ્રિયાએ 2017માં રાયપુરમાં રહેતા ડીજે કંવલજીત સલૂજા સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ મુજબ, હવે લગ્નના બે વર્ષ બાદ બંનેના સંબંધો એટલા બગડી ગયા છે કે છૂટાછેડા લેવાનો વારો આવ્યો છે.

2017માં ડીજે કંવલજીત સાથે લગ્ન કર્યા

પ્રિયા બઠીજાએ 2017માં કંવલજીત સલૂજા સાથે 2017માં બીજા લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, લગ્નના 6 મહિના બાદ જ બંને વચ્ચે સુમેળભર્યા સંબંધો ન હોવાની ખબરો આવવા લાગી હતી. માહિતી મુજબ, લગ્ન બાદ પ્રિયા મુંબઈમાં પોતાના કામમાં ખૂબ વ્યસ્ત થઈ ગઈ જ્યારે તેનો પતિ કંવલજીત સલૂજા રાયપુરમાં જ રહેતો હતો.

છૂટાછેડા માટે દાખલ કરી અરજી!

કપલના સંબંધો એટલી હદે વણસી ગયા કે લગ્ન બચાવવાનો પ્રયાસ કરવા કંવલજીત સલૂજા મુંબઈ શિફ્ટ થયો. જો કે ત્યાર બાદ પણ બંને વચ્ચે કંઈજ બરાબર ન થયું. પ્રિયા અને કવંલજીત નાની-નાની બાબતોએ ઝઘડવા લાગ્યા, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંનેએ છૂટાછેડા માટે અરજી પણ દાખલ કરી દીધી છે. જો કે, આ બાબતે પ્રિયા કે કંવલજીતે કોઈ ખુલાસો કર્યો નથી.

પહેલા લગ્ન એક્ટર જતીન શાહ સાથે કર્યા હતા

જણાવી દઈએ કે, પ્રિયા અને કંવલજીતની મુલાકાત 2016માં એક ફ્રેંડ થકી થઈ હતી. આ પહેલા પ્રિયાએ 2009માં એક્ટર જતીન શાહ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. પરંતુ બે વર્ષ બાદ તેમણે છૂટાછેડા લઈ લીધા. વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રિયા આજકાલ સુપરનેચરલ સિરિયલ ‘ડાયન’માં કામ કરી રહી છે. આ સિવાય ‘કસમ સે’ અને ‘ખ્વાહિશ’ જેવી સિરિયલોમાં પણ જોવા મળી છે.



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2UszL5G

No comments:

Post a Comment

Pages