Latest

Friday, April 5, 2019

અજય દેવગણે કૃણાલ પંડ્યાને ઓફર કરી ફિલ્મ, ક્રિકેટરે આપ્યો મજેદાર જવાબ

કૃણાલ પંડ્યાને બોલિવુડમાં કામ મળ્યું!

IPLમાં મુંબઈ ઈન્ડિયસની ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને બોલિવુડમાં કામ કરવાની ઓફર થઈ છે. કૃણાલને આ ઓફર બોલિવુડના ‘સિંઘમ’ એટલે અજય દેવગણે આપી છે. ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી અજય દેવગણને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સાથે જ એક તસવીર પણ શેર કરી હતી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

અજયને વિશ કરી બર્થ ડે

કૃણાલ પંડ્યાએ અજયને બર્થ ડે વિશ કરતાં લખ્યું, ”સિંઘમ સુપરસ્ટાર અને મારા હમશકલ ને જન્મદિવસની શુભકામના.” આમ તો અજય દેવગણ સોશિયલ મીડિયાથી દૂર રહે છે પરંતુ તેણે કૃણાલની ટ્વિટનો જવાબ આપ્યો.

અજયે કહ્યું- સાથે ફિલ્મ કરીએ

અજય દેવગણે મજેદાર અંદાજમાં લખ્યું, “થેન્ક્યૂ કૃણાલ. ડબલ રોલમાં એક ફિલ્મ કરીએ સાથે!” અજયના ટ્વિટ બાદ કૃણાલે પણ વળતો જવાબ આપ્યો. કૃણાલને ફિલ્મમાં કામ કરવાની ઓફર પસંદ આવી પણ તેણે એક શરત મૂકી.

કૃણાલે મૂકી આ શરત

કૃણાલ પંડ્યાએ કહ્યું અજય દેવગણ મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરવા આવશે તો તે ફિલ્મ કરી શકે છે. કૃણાલે લખ્યું, “નક્કી! પહેલા તમે મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરવા માટે વાનખેડે આવો પછી આપણે ફિલ્મ કરીશું.”

ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા

આ પહેલા કૃણાલ પંડ્યાએ 2019માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 42 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ તેના ભાઈ હાર્દિકે 8 બોલમાં 25 રન માર્યા અને સ્કોર 170 રનને પાર પહોંચાડ્યો. હાર્દિકે બોલિંગમાં પણ કમાલ કરી અને ત્રણ વિકેટ લઈ ચેન્નાઈને હરાવ્યું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2UyGEX2

No comments:

Post a Comment

Pages