Latest

Saturday, April 13, 2019

એક સફળ અભિનેત્રી બન્યા બાદ આ કામ કરવા માગે છે સારા અલી ખાન 😲

બે ફિલ્મો જૂની છે સારા અલી ખાન

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને ફિલ્મ કેદારનાથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેણે રણવીર સિંહ સાથે સિમ્બા જેવી હિટ ફિલ્મ આપી હતી. બોલિવુડમાં ભલે માત્ર બે ફિલ્મો જ કરી હોય પરંતુ તેની વાહ-વાહી ચારેતરફ થઈ રહી છે. સારાની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. હવે સારા અલી ખાન પાસે ઘણી બધી ફિલ્મોની ઓફર્સ આવી રહી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

રાજનીતિમાં જવા માગે છે સારા

બોલિવુડમાં પગ મુકતા પહેલા સારા અલી ખાને પોતાની સ્ટડી પૂરી કરી હતી. ઘણા ઓછા લોકોને ખબર છે કે સારાએ કોલમ્બિયા યુનિવર્સિટીથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી મેળવી છે. થોડા સમય પહેલા જ ઈન્ટરવ્યૂમાં સારાએ કહ્યું કે એક સફળ એક્ટ્રેસ બન્યા બાદ આગામી સમયમાં તે રાજનીતિમાં જવા માગે છે. આ વિશે વાત કરતા તેણે કહ્યું કે એક્ટિંગ હંમેશા તેની પ્રાયોરિટી રહી છે પરંતુ ભવિષ્યમાં તે પોલિટિક્સ પણ જોઈન કરશે. તેણે કહ્યું કે જીવનમાં સારા ભણતરનું ખૂબ મહત્વ હોય છે.

ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં જોવા મળશે સારા

સારા અલી ખાન ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ 2’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની ઓપોઝિટમાં કાર્તિક આર્યન જોવા મળશે. આ ફિલ્મ ‘લવ આજ કલ’ની સિક્વલ છે. આ ફિલ્મનું થોડું શૂટિંગ દિલ્હીમાં થયું છે, જેના સેટ પરની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ સિવાય સારા વરુણ ધવનની સાથે ફિલ્મ ‘કુલી નં 1’ની રિમેકમાં પણ જોવા મળશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2v4nslz

No comments:

Post a Comment

Pages