આવી રીતે કર્યું ટ્વિટ

હનુમાન જંયતીના પાવન પ્રસંગે અમિતાભ બચ્ચને એક અલગ અંદાજમાં પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવી છે. અમિતાભે ટ્વિટ કરતા લખ્યું હતું કે, આજે ‘અમર, અકબર, એન્થોની ડે’ છે. હનુમાન જયંતી, જુમ્મા અને ગુડ ફ્રાય-ડે. બીગ બીએ કરેલા આ ટ્વિટને ઘણા બઘા ચાહકો પસંદ કરી રહ્યા છે. આ ટ્વિટ સાથે વર્ષ 1977માં આવેલી ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું હતું. આ રીતે અમિતાભે હનિમાન જયંતીની શુભેચ્છા પાઠવી હતી.
અનિલ કપૂરે પણ કર્યું ટ્વિટ
The power of Bajrangbali! #HanumanJayanti #MrIndia @shekharkapur @FilmHistoryPic https://t.co/s2fofPD6a9
— Anil Kapoor (@AnilKapoor) April 19, 2019
માત્ર અમિતાભ બચ્ચન જ નહીં પણ બોલિવૂડના એવરગ્રીન સ્ટાર અનિલ કપૂરે પણ ખાસ રીતે ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, પાવર ઓફ બજરંગબલી. #HanumanJayanti #MrIndia @shekharkapur @FilmHistoryPic’ આ સાથે અનિલ કપૂરે એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જે તેની સુપરહીટ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાનો એક સીન છે. જેમાં તે પોતાનું લોકેટ એક્ટિવ કરી ગાયબ થઈ જાય છે અને હનુમાનજીની મૂર્તિથી ગુંડાઓની ધોલાઈ કરે છે.
ફેન્સના રિએક્શન

અનિલ કપૂરની આ ટ્વિટ ઉપર પણ અનેક ચાહકોએ તેમને પ્રતિક્રિયા આપી હતી. ઘણા બધા લોકોને આ બંને કલાકારોનો આ અંદાજ પસંદ પડ્યો હતો. અનિલ કપૂરને ટ્વિટ કરતા લોકોએ કહ્યું હતું કે, આજે પણ ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મને લોકો પસંદ કરી રહ્યા છે. એક યુઝરે એવું પણ લખ્યું હતું કે, અગાઉ આ ફિલ્મ બાળપણમાં જોઈ હતી આજે મારા બાળકો જુવે છે. પુલવામામાં બનેલી આતંકી ઘટના બાદ તુ દેશ મેરે નામનો એક વિડીયો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં અમિતાભ બચ્ચન સાથે આમિર ખાન અને રણબીર કપૂર પણ જોડાયા હતા.
CRPFએ શેર કર્યો વિડીયો
Flowers of freedom are nourished by the blood beneath.
The song #TuDeshMera honours the noble blood, the valour and sacrifices of the men who loved the nation beyond their breaths.
A tribute to the Bravehearts by @Happyprodindia. https://t.co/hYmJ0ardVi
—
CRPF
(@crpfindia) April 19, 2019
CRPFના ઓફિશ્યલ એકાઉન્ટ પર તેમનો આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં અમિતાભ બચ્ચનના ખૂબ વખાણ થયેલા છે. લોકોએ આમિર અને રણબીર કપૂરને પણ બિરદાવ્યા છે. આ વિડીયોમાં બીજા પણ બોલિવૂડના કલાકારો જોવા મળશે. અમિતાભની ફિલ્મ બદલા બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. આ રીતે તેણે પોતાની ટ્વિટ ખાસ બનાવી દીધી હતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2ZnNyhp
CRPF
No comments:
Post a Comment