Latest

Saturday, April 27, 2019

લવ મેરેજ કરવા માગતો હતો યુવક, પરિવારે ના પાડી તો કરી આવી હરકત😲😲

લવ મેરેજ માટે પરિવારે પાડી ના

લવ મેરેજના ઘણા કિસ્સાઓ આપણી આસપાસ જોવા મળે છે તેમજ સાંભળવા પણ મળે છે. પરંતુ તેમાંથી કેટલાક કિસ્સાઓ તો એવા હોય છે જેના વિશે સાંભળીને તમે પણ હસવાનું રોકી નહીં શકો. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક યુવકના પરિવારે તેના લગ્ન પોતાની પસંદગીની એક યુવતી સાથે નક્કી કરી દીધા. જ્યારે યુવકને બીજી કોઈ યુવતી પસંદ હતી. પરિવારે વારંવાર મનાવ્યા છતાં તેમણે આ માટે હા ન પાડતાં યુવકે લગ્નના થોડા દિવસ પહેલા જ પોતાનું અપહરણ કરાવી લીધું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

યુવકે પોતાનું જ અપહરણ કરાવ્યું

પરિવારજનોને જ્યારે જાણ થઈ કે તેમના દીકરાનું અપહરણ થઈ ગયું છે ત્યારે તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ અને યુવકની માતાને તો હોસ્પિટલમાં ભરતી કરવી પડી. યુવકનું અપહરણ કરનાર શખ્સોએ પરિવાર પાસેથી પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી.

પોલીસને યુવક પર થઈ શંકા

યુવકની ઉંમર 31 વર્ષ છે અને તે સોફ્ટવેર એન્જિનિયર છે. યુવક જે યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો તે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પોલીસને પહેલાથી જ આશંકા હતી કે યુવકને અરેન્જ મેરેજ નહોતા કરવા એટલે તેણે જ આ નાટક કર્યું હશે.

પોલીસે યુવકને ઝડપી પાડ્યો

યુવક અંગે જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેને એક પીજી બહારથી પકડી પાડ્યો હતો. યુવક જ્યારે પોતાના કપડા પીજી પર લેવા જઈ રહ્યો હતો તે સમયે પોલીસે તેને જોઈ લીધો હતો. યુવકની હરકત પર તેને કેવી સજા આપવી તે પોલીસ નક્કી કરી શકી નહીં પરંતુ તેના પરિવારે તેને આડે હાથે લીધો હતો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2UGQH8G

No comments:

Post a Comment

Pages