કાચી કેરી-કોપરાની ચટણી

ઉનાળો આવતાં જ બજારમાં કાચી કેરી મળવા લાગે છે. કેરીની સીઝનમાં તમારા ઘરે તેમાંથી અથાણું અને કેરીનો કચૂંબર બનતું જ હશે. તો હવે કાચી કેરીમાંથી એક અલગ પ્રકારની ચટણી બનાવો, ફટાફટ બની જશે.
સામગ્રી

એક કપ છીણેલું લીલું નારિયેળ
અડધો કપ સમારેલી કાચી કેરી
બે લીલા મરચાં
સ્વાદાનુંસાર મીઠું
જરૂર મુજબ પાણી
એક ચમચી તેલ
ચપટી રાઈ
એક સુકું લાલ મરચું
ત્રણ-ચાર મીઠા લીમડાંના પાન
બનાવવાની રીત

એક મિક્સર જારમાં છીણેલું નારિયેળ, સમારેલી કાચી કેરી અને લીલા મરચાં લઈ ક્રશ કરી લો. હવે તેમાં થોડું પાણી ઉમેરી ફરીથી તેને ક્રશ કરી લો. આ ચટણીને બાઉલમાં લઈ તેમાં સ્વાદાનુંસાર મીઠું ઉમેરો.
બનાવવાની રીત

એક પેનમાં તેલ લઈ, તેને ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો, તે તતડી જાય એટલે તેમાં મીઠા લીમડાના પાન અને સુકું લાલ મરચું લઈ થોડુ શેકી લો. હવે આ વધારને ચટણી પર રેડી મિક્સ કરી લો. તો તૈયાર છે કાચી કેરી અને કોપરાની ચટણી. આ ચટણીને સેન્ડવિચ કે પરાઠાં સાથે સર્વ કરો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2GypbGn
No comments:
Post a Comment