‘લીલા નારિયેળનો હલવો’
તમે ગાજરનો હલવો, દૂધીનો હલવો કે પછી ડ્રાય ફ્રૂટ હલવો તો ખાધો જ હશે, પરંતુ તમે ક્યારેય લીલા નારિયેળમાંથી બનતો હલવો ખાધો છે. ગીર સોમનાથના માંગરોળમાં મળતો આ હલવો બીજા હલવા કરતાં ખાવાની વધારે મજા આવશે. આ હલવો તમે ઘરે પણ બનાવી શકો છો. રીત એકદમ સરળ છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સામગ્રી
એક કપ લીલા નારિયેળના ટુકડાં
100 ગ્રામ ખાંડ
2 ચમચી મિલ્ક પાઉડર
એક કપ દૂધ
બે ચમચી ઘી
6-7 બદામ
6-7 પીસ્તા
ચપટી કેસર
1/2 ચમચી ઈલાયચી
બનાવવાની રીત
લીલા નારિયેળને ફોડીને તેના કટકાં કરી લો. હવે નારિયેળના કટકાંને છીણી લો અથવા મિક્સર જારમાં ક્રશ કરી લો. મિક્સરમાં ક્રશ કરો ત્યારે તેનો બારીક ભૂકો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. હવે એક પેનમાં ઘી લઈ તેને ગરમ થવા દો. ઘી ગરમ થઈ જાય એટલે નારિયેળની છીણને તેમાં શેકી લો.
બનાવવાની રીત
હવે તેમાં દૂધ અને ખાંડ ઉમેરતાં જાઓ અને મિક્સ કરતા જાઓ. ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી લો. જેથી દૂધ અને ખાંડ નારિયેળની છીણ સાથે મિક્સ થઈ જાય. આ મિશ્રણને સતત હલાવતા રહો. તેમાં દૂધમાં પલાળેલા કેસરના 6-7 તાંતણા ઉમેરી મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી ઉપરથી ઈલાયચી પાઉડર, બદામની કરતરણ અને પીસ્તાની કતરણ ઉમેરી મિક્સ કરી લો. આ મિશ્રણને થાળીમાં પાથરી નાના-નાના ટુકડાં કરી લો. તો તૈયાર છે ગીર સોમનાથના માંગરોળનો પ્રખ્યાત એવો લીલા નારિયેળનો હલવો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2U5QCuO
No comments:
Post a Comment