લગ્ન મામલે અર્જુને તોડ્યું મૌન

છેલ્લા ઘણા સમયથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના લગ્ન અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. પહેલા એવા સમાચાર હતા કે બંને એપ્રિલમાં લગ્ન કરવાના છે, જો કે હવે તેઓ જૂનમાં લગ્ન કરવાના હોવાનું સામે આવ્યું છે. આ વચ્ચે અર્જુન કપૂરે આ મામલે આખરે પોતાનું મૌન તોડ્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
‘મારી લાઈફમાં મલાઈકાની ખાસ જગ્યા’

એક ઈન્ટરવ્યૂ દરમિયાન અર્જુન કપૂરે કહ્યું કે તે હજુ 33 વર્ષનો છે અને તેને લગ્ન માટે કોઈ ઉતાવળ નથી. સાથે જ તેણે તે વાતને સ્વીકારી કે મલાઈકાની તેની લાઈફમાં ખાસ જગ્યા છે. સાથે જ તેણે કહ્યું કે તે જ્યારે પણ લગ્ન કરશે ત્યારે આ અંગે બધાને જાણ કરશે જ. આજના સમયમાં કોઈનાથી કંઈ છુપાવી શકાય નહીં.
‘લગ્ન એક મોટી જવાબદારી છે’

અર્જુન કપૂરે પોતાના લગ્નના સમાચાર અંગે કહ્યું કે તે સમજી શકે છે મીડિયા પોતાનું કામ કરી રહી છે અને લોકોને આ પ્રકારના સમાચાર વાંચવા ગમે છે. તેણે કહ્યું કે તેના રિલેશનશિપના સમાચારથી તેને કોઈ ફરક પડતો નથી કારણ કે હાલ તે પોતાની એક્ટિંગમાં બિઝી છે. અર્જુને કહ્યું કે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે પરંતુ લગ્ન એક મોટી જવાબદારી છે અને હું તે ત્યારે જ કરીશ જ્યારે તેને લઈને હું તૈયાર થઈશ.
રિલેશનશિપ અંગે બોલવાનું ટાળ્યું

અર્જુને એક તરફ મલાઈને ખાસ ગણાવી તો તેની સાથેના રિલેશનશિપ અંગે કંઈ પણ બોલવાનું ટાળ્યું. મલાઈકા સાથેના પોતાના સંબંધો અંગે અર્જુને કહ્યું કે મારી પાસે છુપાવવા માટે કે કહેવા માટે કંઈ નથી. દુનિયાને જે જોવું છે તે જ જોશે. એક લિમિટ બાદ હું મારી પર્સનલ લાઈફ વિશે કઈ જ નહીં કહું. તે જરૂરી છે કે મારી પાસે સારા લોકો હોય અને હું નસીબદાર છું કે મારી આસપાસ તેવા લોકો છે.
પાણીપતના શૂટિંગમાં બિઝી છે અર્જુન

વર્કફ્રન્ટની વાત કરીઓ તો અર્જુન કપૂર હાલ ફિલ્મ પાણીપતના શૂટિંગમાં બિઝી છે, તો તેની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. તો બીજી તરફ મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2GvRkwK
No comments:
Post a Comment