Latest

Tuesday, April 23, 2019

#DhoniForPM: ટ્વીટર પર લોકો બોલ્યા ‘અબકી બાર ધોની સરકાર…’

માહીના ફેન્સની અનોખી ઈચ્છા

દેશમાં લોકસભાની ચૂંટણી સાથે IPLની પણ ખૂબ ચર્ચા છે. બંને જ મામલામાં લોકો પોતાની પસંદગીની ટીમ કે પાર્ટી જીતે તેવી ઈચ્છા રાખે છે. પાછલા થોડા સમયથી મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટની દુનિયામાં ‘નવા ભગવાન’ તરીકે સામે આવ્યો છે. તેવામાં હવે માહીના ફેન્સ ઈચ્છે છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અથવા રાહુલ ગાંધી નહીં, પરંતુ ધોનીને બનાવવો જોઈએ. આ માટે ટ્વીટર પર #DhoniForPM હેશટેગ દ્વારા લોકો પોતાની વાત જણાવી રહ્યા છે. હાલમાં ધોની સીએસકેનો કેપ્ટન છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ટ્વીટર પર કરી PM બનાવવાની વાત

હાલમાં જ ધોનીની ટીમ ‘ચેન્નઈ સુપર કિંગ્સ’નો મુકાબલો ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર’ સાથે હતો. જોકે આ મેચ ચેન્નઈ 1 રનથી હારી ગયું. પરંતુ આ મેચમાં ધોનીની ઈનિંગથી લોકો પોતાના હાથના નખ ચાવવા માટે મજબૂર થઈ ગયા. હકીકતમાં માહીએ 48 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. આ બાદથી જ ધોનીના ફેન્સ તેને પીએમ બનાવવાની અનોખી વાત ટ્વીટર પર કરી રહ્યા છે.

અબકી બાર ધોની સરકાર

રાહુલ ગાંધી અને મોદીને છોડો…

હું મારો વોટ ધોનીને આપીશ

ધોનીને PM બનાવો

ધોની બદલી નાખશે દેશની કાયા

ધોની જેવું કોઈ નહીં

મોદી-રાહુલને ભૂલી જાવ

રમતમંત્રી માટે બેસ્ટ ઉમેદવાર



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2ZrCLTt

No comments:

Post a Comment

Pages