Latest

Monday, April 8, 2019

Fact Check: કોંગ્રેસની રેલીમાં રાહુલ ગાંધી ઝિંદાબાદના બદલે ‘મોદી-મોદી’ નારા લાગ્યા?

દાવો

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસ રેલીમાં લોકોએ મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. આ દાવા સાથે 41 સેકન્ડનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં ગુજરાતના કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર રેલીમાં ઉપસ્થિત લોકોને ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર કરવા કહી રહ્યા છે. જોકે અલ્પેશ ઠાકોર ‘રાહુલ ગાંધી’ બોલે છે તરત ભીડ ઝિંદાબાદના બદલે ‘મોદી-મોદી’ કહેવા લાગે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

વાઈરલ વીડિયોમાં કરાઈ રહ્યો છે દાવો

આ ક્લિપમાં ભીડ જ્યારે કથિત રીતે મોદી-મોદીના સૂત્રોચ્ચાર કરી રહી છે, તે સમયે કેમેરા કોંગ્રેસ અધ્યક્ષ તરફ જાય છે અને તે પોતાના હાથથી ચહેરો છુપાવતા દેખાય છે. વીડિયોના બીજા ભાગમાં અલ્પેશ ઠાકોર ભીડને એવો આદેશ આપતા દેખાય છે જેના પરથી તેઓ લોકોને મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવાથી રોકી રહ્યા હોય.

શું છે હકીકત?

કોંગ્રેસની રેલીમાં રાહુલ ગાંધી ઝિંદાબાદના બદલે મોદી-મોદી નામના નારા નહોતા લગાવાયા. જે વીડિયો આ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે તેનું અસલી વર્ઝન કોંગ્રેસે પોતાના યુ-ટ્યુબ ચેનલ પર 24 ઓક્ટોબર 2017માં અપલોડ કર્યું હતું. અસલી વીડિયોના ઓડિયો સાથે છેડછાડ કરીને નકલી દાવા સાથે તેને શેર કરવામાં આવી રહી છે.

કેવી રીતે કરી તપાસ?

ગૂગલ ક્રોમ એક્સટેન્શન InVid પર વીડિયો અપલોડ કર્યા બાદ જે કીફ્રેમ્સ મળ્યા તેને રિવર્સ ઈમેજ સર્ચ કરીને અમને યુટ્યુબ વીડિયો લિંક મળી જેના FWF ઈન્ડિયા ન્યૂઝે 27 ઓક્ટોબર 2017એ પોસ્ટ કરી હતી. વીડિયોમાં 23.14 મિનિટ પર, અલ્પેશ ઠાકોર લોકોને કહી રહ્યા છે કે તેમના ‘રાહુલ ગાંધી’ બાદ ભીડ ‘ઝિંદાબાદ’ કહે. ભીડના એક ભાગે અલ્પેશની વાત માનીને ‘રાહુલ ગાંધી’ બાદ ઝિંદાબાદ કહ્યું.

ક્યારનો છે વીડિયો?

વીડિયોની સત્યતા ચકાસવા માટે અમે ગુજરાત કોંગ્રેસના યુ-ટ્યુબ પેજ પર તેને જોયો તો તે દિવસનો સમગ્ર વીડિયો મળ્યો જે દિવસે અલ્પેશ ઠાકોરે ઔપચારિક રીતે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. વીડિયો 24 ઓક્ટોબર 2017એ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ભ્રામક દાવા સાથે શેર કરાઈ રહેલા આ વીડિયોની ફ્રેમ્સને અમે અસલી વીડિયો સાથે મેચ કરીને જોઈ તો સ્પષ્ટ થઈ ગયું કે અસલી વીડિયો કયો છે. ગુજરાત કોંગ્રેસના વીડિયોમાં જ 12.06 મિનિટે અલ્પેશ ઠાકોર પોતાના ભાષણના શરૂઆતમાં ભીડને શાંત કરાવતા જોઈ શકાય છે, પરંતુ છેડછાડ કરાયેલા વીડિયોમાં આ ભાગને એવી રીતે દર્શાવવામાં આવ્યો છે, જેમ કે અલ્પેશ ઠાકરો ભીડનો મોદી મોદી કહેતા રોકી રહ્યા હોય.

પરિણામ

ટાઈમ્સ ફેક્ટ ચેકે જાણ્યું કે કોંગ્રેસની રેલીમાં મોદી-મોદીના સૂત્રોચ્ચાર લાગવાના દાવા સાથે શેર કરાઈ રહેલો વીડિયો નકલી છે. આટલું જ નહીં અસલી વીડિયો પણ બે વર્ષ જૂનો છે અને તેને ઓડિયો સાથે છેડછાડ કરીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Vw1m7k

No comments:

Post a Comment

Pages