Latest

Friday, April 12, 2019

રવિન્દ્ર જાડેજાએ IPL કેરિયરની 100મી વિકેટ ખેરવી, આ ખેલાડીને કર્યો આઉટ

આ ખેલાડીને કર્યો આઉટ

જયપુરઃ ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર-ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈન્ડિયન પ્રીમિયર લીગની કેરિયરમાં 100 વિકેટ પૂરી કરી છે. રાજસ્થાન રોયાલ્સ સામે રમાયેલી મેચમાં તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ આઉટ કર્યો હતો. તેમની બોલિંગમાં અંબાતી રાયડુંએ કેચ કરતા આ ખેલાડી આઉટ થયો હતો. આમ તેને વિકેટ મળી હતી અને 100 વિકેટ પૂરી કરી હતી. આ મેચ પહેલા તેમના નામે 98 વિકેટનો રેકોર્ડ હતો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ રીતે લીધી વિકેટ

મેચમાં તેણે પોતાની બોલિંગનો પ્રથમ શિકાર રાહુલ ત્રિપાઠીને બનાવ્યો હતો, જેણે 10 રન કર્યા હતા. આ પછી તેણે એક સલિબ્રેશન પણ કર્યું હતું. દર્શકો તરફ જોઈને તેણે હવામાં 100નો ઈશારો કર્યો હતો. 100 વિકેટ પૂરી કરનાર ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજાનો ક્રમ 13મો છે. જ્યારે ભારતીય ખેલાડીઓની યાદીમાં તેમનું 10મું સ્થાન છે. આઈપીએલમાં સૌથી વધુ વિકેટની વાત કરવામાં આવે તો શ્રીલંકાના ખેલાડી લસિથ મલિંગાના નામે આ રેકોર્ડ છે.

157 વિકેટ

તેણે કુલ 113 મેચમાં 157 વિકેટ લીધી છે. આ પછી અમિત મિશ્રાનો ક્રમ આવે છે. તેણે 138 મેચમાં 149 વિકેટ ખેરવી છે. જ્યારે પીયૂષ ચાવલાએ 144 વિકેટ ઝડપી છે. આ પછી બ્રાવોને નામે 143 વિકેટનો રેકોર્ડ છે. હરભજનના નામે પણ 143 વિકેટનો રેકોર્ડ છે. આ યાદીમાં છઠ્ઠા ક્રમે ભૂવનેશ્વર કુમાર છે. તેણે 123 વિકેટ ઝડપી છે. જ્યારે રવિચંદ્નન અશ્વિને 118 વિકેટ ઝડપી છે. હાલમાં જાડેજા આઈપીએલમાં 161મી મેચ રમી રહ્યો છે.

સૌથી વધુ મેચ રમનાર ખેલાડી

મેચની વાત કરવામાં આવે તો મલિંગાએ 113 મેચ રમી છે. જ્યારે ભારતીય ખેલાડીઓના જાડેજા બાદ હરભજનસિંહે 153 મેચ રમ્યા છે. જે હિસાબથી 100 વિકેટ લેનારા ખેલાડીઓમાં તે સૌથી વધારે મેચ રમનારો ખેલાડી છે.

 



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2G8VwCp

No comments:

Post a Comment

Pages