ક્રિકેટના ગ્રાઉન્ડમાં ધોનીએ લગાવી રેસ

IPLની 12મી સિઝન શરૂ થઈ ત્યારથી જ મહેન્દ્ર સિંહ ધોનીના કૂલ અંદાજના લોકો ફેન બની રહ્યા છે. ક્રિકેટના મેદાનમાં કેપ્ટન કૂલ તરીકે જાણીતો બનેલો ધોની આમ તો ઘણીવાર દીકરી ઝિવા સાથે મસ્તી કરતો જોવા મળે છે. જોકે હાલમાં જ તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પંજાબ સામેની મેચ બાદ ધોની પોતાની ટીમના સાથી શેન વોટસન અને ઈમરાન તાહિરના દીકરાઓ સાથે રેસ લગાવતો જોવા મળે છે.
વોટસન અને તાહિરના દીકરા સાથે દોડતા દેખાયો
Jr. #ParasakthiExpress and Jr. Watto having a sprint face-off and a lightning joins them! Priceless! @msdhoni #JustThalaThings #WhistlePodu #Yellove
pic.twitter.com/bIGEgedZYW
— Chennai Super Kings (@ChennaiIPL) April 6, 2019
ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ટ્વીટર હેન્ડલ પંજાબ અને ચેન્નઈની મેચ બાદનો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે વોટસન અને તાહિરના દીકરા રેસ લગાવ્યા બાદ પાછા આવે છે અને ફરીથી એક સાથે રેસ લગાવવા તૈયાર થઈ રહ્યા છે. એવામાં પાછળથી ધોની દોડતો આવે છે અને તેમનાથી આગળ નીકળી જાય છે. આ જોઈને બંને બાળકો પણ તેની પાછળ દોડવા લાગે છે. થોડી જ વારમાં વોટસનનો દીકરો બંનેથી આગળ નીકળી જાય છે. તરત ધોની તાહિરના દીકરાને ઉચકીને પાછો ભાગવા લાગે છે. આ જોઈને બંને ખેલાડીઓ ખડખડાટ હસવા લાગે છે. વોટસનનો દીકરો ફરીથી રેસ કરવા માટે ‘વન્સ મોર’ બોલે છે પરંતુ ધોની ‘નો’ કહીને જતો રહે છે.
ધોનીને મસ્તીભર્યો અંદાજ જોઈ ફેન્સ ખુશ

ઉલ્લેખનીય છે કે ધોની પોતાના કૂલ અંદાજ માટે જાણીતો છે. બાળકો સાથે તે પણ બાળક બની જાય છે. હાલમાં જ મુંબઈ સામેની મેચમાં એક વૃદ્ધ મહિલા ફેન સાથે ધોનીનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારે ફરીથી મેદાન પર આવો મસ્તીભર્યો ધોનીનો અંદાજ જોઈને તેના ચાહકો પણ મજા લઈ રહ્યા છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2G7LscX

No comments:
Post a Comment