Latest

Friday, April 12, 2019

IPL 12: રવિન્દ્ર જાડેજાનો આવો શોટ જોઈને ધોની પણ દંગ રહી ગયો, જુઓ વીડિયો

રવિન્દ્ર જાડેજાનો મેદાન પર વિચિત્ર શોટ

ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી આઈપીએલ 2019ની 25મી મેચમાં ભરપૂર રોમાંચ જોવા મળ્યો. છેલ્લા બોલ સુધી પહોંચેલી આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે હરાવ્યું. મેચની અંતિમ ઓવરમાં ચેન્નઈ સુપર કિંગ્સને 18 રનને જરૂર હતી, ત્યારે ધોનીની (57 રન) વિકેટ પડી અને મેચ રોમાંચક થતા અંતિમ બોલ સુધી પહોંચી. છેલ્લા બોલ પર 3 રન જોઈતા હતા અને સેન્ટરને સિક્સર ફટકારી ટીમને જીત અપાવી દીધી. આ ઓવરના પહેલા બોલ પર રવિન્દ્ર જાડેજાના એક ખાસ શોટે સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બાઉન્ડ્રી બહાર જઈને પડ્યો બોલ

ચેન્નઈ સુપર કિંગ્સ આ મેચમાં 152 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. છેલ્લી ઓવરમાં ચેન્નઈને 18 રન જોઈતા હતા. પિચ પર ધોની અને જાડેજા હતા. બોલ રાજસ્થાનના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના હાથમાં હતી. સ્ટોક્સે પહેલો બોલ ઓફ સાઈડમાં નાખ્યો જેના પર જાડેજાએ નીચે પડીને શોટ માર્યો. બોલ હવામાં હતો, ધોની રન લેવા દોડીને જાડેજા પાસે પહોંચી જાય છે જેથી કેચ થાય તો સ્ટ્રાઈક ધોની પાસે આવે, પરંતુ જાડેજાને કદાચ પોતાના શોટ પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને તે ન ઉઠ્યો. અંતમાં બોલ બાઉન્ડ્રી બહાર જઈને પડ્યો.

છેલ્લા બોલે થયો રોમાંચક વિજય

જાડેજાના આ શોટથી રનોનું અંતર ખૂબ ઓછું થઈ ગયું ચેન્નઈને હવે 5 બોલમાં 12 રન જોઈ હતા. આ બાદ પણ મેચમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. બીજો બોલ નો-બોલ હતો જેના પર એક રન લઈ ધોનીને સ્ટ્રાઈક મળી. અને ત્રીજા બોલ પર ધોની બોલ્ડ થઈ ગયો. આ બાદ ચેન્નઈને 3 બોલમાં 8 રન જોઈતા હતા. આમ છેલ્લા બોલ સુધી પહોંચેલી મેચમાં સેન્ટરને સિક્સ મારી ટીમને જીત અપાવી દીધી.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2v1370L

No comments:

Post a Comment

Pages