Latest

Tuesday, April 9, 2019

MPના દરોડા પર મોદી બોલ્યા- “કોંગ્રેસના નેતાઓના ખોખામાંથી નોટો મળી”

લાતુરમાં મોદી વિરોધીઓ પર વરસી પડ્યા

લાતુરઃ વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલા સભાઓનો સિલસિલો શરુ કરી દીધો છે. આજે તેમણે મહારાષ્ટ્રના લાતુરમાં સભા કરી અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી લઈને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સાશનમાં પડેલા આવક વેરાના દરોડાને નિશાન બનાવ્યા. મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને ‘ઢકોસલા પત્ર’ ગણાવી દીધું અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકો પર આકવેરાના દરોડા પડ્યાની વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, 6 મહિનાથી ‘ચોકીદાર ચોર છે’ બોલી રહ્યા હતા પણ ખોખા ભરીને નોટો ક્યાંથી નીકળી? વડાપ્રધાને કહ્યું કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એ જ વસ્તુઓ છે જે પાકિસ્તાન ઈચ્છે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ખોખા ભરીને નીકળી નોટોઃ પીએમ મોદી

મહારાષ્ટ્રના લાતુરમાં જનસભા સંબોધિન કરીને વડાપ્રધાનમોદીએ મધ્યપ્રદેશના કમલનાથના નજીકના લોકોના ઘર-ઓફિસ પર પડેલા દરોડાના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું- તમે જોયું હશે કાલે-પરમદિવસે કોંગ્રેસના દરબારીઓના ઘરે ખોખામાંથી નોટો નીકળી છે, નોટથી વોટ ખરીદવાનું આ પાપ રાજકીય સંસ્કૃતિ રહી છે. આ પાછલા 6 મહિનાથી બોલે છે, ચોકીદાર ચોર છે, પણ નોટો ક્યાંથી નીકળી? અસલી ચોર કોણ છે?

મોદીનો આરોપ, કોંગ્રેસની વિચારધારા દેશ વિરોધી

કોંગ્રેસ પર વરસી પડેલા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને તેમના સાથીઓના વિચારોને દેશ વિરોધી ગણાવ્યા છે. તેમણે કહ્યું- “કોંગ્રેસે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની કલમ 370 કોઈ પણ કિંમતે હટાવવામાં નહીં આવે. જે વાત કોંગ્રેસના ઢકોસલા પત્રમાં કહેવાઈ છે, એ જ ભાષા પાકિસ્તાન બોલી રહ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીરમાં અરાજકતા ફેલાવનારાઓ સાથે વાતચીત કરીશું, પાકિસ્તાન પણ આ જ કહી રહ્યું છે જેથી ભારત આ વાતોમાં ગુંચવાયેલું રહે. કોંગ્રેસ કહે છે કે હિંસાવાળા વિસ્તારોમાં સેનાને મળેલા વિશેષ અધિકારને પાછો લઈ લઈશું. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, દેશના ટુકડા કરનારા લોકોને ખુલ્લું લાઈસન્સ આપીશું, દેશદ્રોહનો કાયદો ખતમ કરીશું, પાકિસ્તાન પણ આ જ ઈચ્છી રહ્યું છે કે જેથી ભારત સામે વાતો કરનારાઓને ખુલ્લી છૂટ મળી જાય.”

એર સ્ટ્રાઈકના સવાલ પર કોંગ્રેસને ઘેરી

વડાપ્રધાને એર સ્ટ્રાઈક પર ઉઠી રહેલા સવાલોને લઈને કોંગ્રેસની ખૂબ નિંદા કરી. તેમણે કહ્યું- રાષ્ટ્રવાદ અમારી પ્રરણા છે, અંત્યોદય અમારા દર્શન છે અને સુશાસન અમારો મંત્ર છે. આ જ ભાવના પર નવા ભારતના નિર્માણ માટે અમે દેશના નાગરિકોની ભાગીદારી ઈચ્છીએ છીએ. એક તરફ અમારી નીતિ-નિયત છે, અને બીજી તરફ વિરોધીઓ બેમોઢાની વાત કરે છે.

યાદ અપાવી બાલા સાહેબ પર કરેલી કાર્યવાહી

તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહે છે કે, દેશદ્રોહના કાયદાને ખતમ કરીશું. જો 1974માં આ હિંમત સાથે ઉભા હોત તો દેશને ભાગલા ના પડ્યા હોત, તો પાકિસ્તાન પેદા ના થયું હોત. શિવસેના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેને લઈને કોંગ્રેસની નિંદા કરીને અને કહ્યું- કોંગ્રેસના મોઢે માનવાધિકારની વાતો શોભા નથી આપતી. કોંગ્રેસે બાલા સાહેબની નાગરિકતા છીનવી લીધી હતી, મતદાન કરવાનો અધિકાર છીનવી લીધો હતો.

“શરદ પવાર ત્યાં શોભતા નથી”

કોંગ્રેસની સહયોગી પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર પર પણ વડાપ્રધાન મોદીએ નિશાન સાધ્યું અને ક્હયું કે કોંગ્રેસ અને એનસીપી જમ્મુ-કાશ્મીર માટે અલગ-અલગ વડાપ્રધાન ઈચ્છનારા લોકો સાથે ઉભી છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસથી તો દેશને કોઈ આશા નથી પણ શરદ પવારને આ શોભા નથી આપતું. તેમણે કહ્યું- “રાજકારણ અલગ છે, શરદ પવાર ત્યાં શોભતા નથી.” આ સાથે એર સ્ટ્રાઈકના પુરાવા મુદ્દે પણ વિરોધીઓ પર વરસી પડ્યા.



from Page Array – I Am Gujarat http://bit.ly/2WYtYWT

No comments:

Post a Comment

Pages