નવી દિલ્હીઃ ISROએ PSLV C-45 રોકેટને અંતરિક્ષમાં મોકલ્યું છે. ઈસરોએ સોમવારે સવારે 9:27 વાગ્યે મોકલ્યું હતું. આ સફળ અભિયાન હેઠળ PSLV C-45 દ્વારા EMISAT સેટેલાઈટને લોન્ચ કરી દીધું છે. આ પછી અન્ય 28 સેટેલાઈટ્સ પણ લોન્ચ કર્યા છે. આ 28 સેટેલાઈટ્સમાંથી 24 અમેરિકાના ઉપગ્રહ છે. જાણો ખાસિયતો..
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઈસરોનું આ પહેલું મિશન છે, જેમાં ત્રણ અલગ-અલગ કક્ષાઓમાં સેટેલાઈટ સ્થાપિત કરવા માટે મોકલ્યા છે.
Here's the lift-off image of #PSLVC45.
Our updates will continue. pic.twitter.com/AdDYHdQehR
— ISRO (@isro) April 1, 2019
-PSLV C-45 દ્વારા જે સેટેલાઈટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે, તેમાં સૌથી મહત્વપૂર્ણ EMISAT છે જે ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ સેટેલાઈટ છે. આ ડીઆરડીઓને ડિફેન્સ રિસર્ચમાં મદદ કરશે.
– EMISAT સિવાય ઈસરોના રોકેટ દ્વારા અન્ય દેશોના 28 સેટેલાઈટ્સને અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કરાશે. જેમાં અમેરિકાના 24, લિથુઆનિયાનું 1, સ્પેનનું 1 અને સ્વિટ્ઝરલેન્ડનું 1 સેટેલાઈટ છે.
– આ ઈસરોનું 47મો PSLV પ્રોગ્રામ છે, જ્યારે આવું પહેલી વખત થયું છે, જેના દ્વારા ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ સેટેલાઈટને લોન્ચ કરાયો છે. પહેલા રોકેટને 749 કિલોમીટર કક્ષામાં EMISAT સ્થાપિત કર્યો. આ પછી 504 કિલોમીટર ઓર્બિટ પર 28 સેટેલાઈટ લોન્ચ કર્યા.
– આમિશનને પહેલા 12 માર્ચે લોન્ચ કરવાની યોજના હતી, પણ ખરાબ હવામાનના કારણે તેને 1 એપ્રિલ સુધી ટાળવામાં આવ્યું હતું.
– આ સેટેલાઈટ મિશન પર ઈસરોના ડીઆરડીઓએ સંયુક્ત રીતે કામ કર્યું છે.
– ઈસરોનું આ પહેલું એવું મિશન છે, જેને લોકોની હાજરીમાં લોન્ચ કરાયું છે. જેના માટે ઈસરોએ ગેલરી તૈયાર કરી હતી, જેમાં 5,000 લોકો બેસી શકે. આ ગેલરીમાં બે લોન્ચપેડ દેખાડવામાં આવ્યા.
from Page Array – I Am Gujarat https://ift.tt/2TIxO4x
No comments:
Post a Comment