સંજય દત્તે ખરીદી SUV કાર

એક્ટર સંજય દત્તે નવી રેન્જ રોવર SUV કાર ખરીદી છે. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ લક્ઝરી એસયૂવી સાથે પોતાનો ફોટો શેર કર્યો છે. રિપોર્ટ્સ મુજબ સંજય દત્તની નવી એસયૂવી Range Rover SV ઓટોબાયોગ્રાફી LWD (લોન્ગ વ્હીલ બેસ) વેરિયન્ટ છે. એસયૂવીનો રજિસ્ટ્રેશન નંબર 4545 છે, જે તેનો ફેવરિટ રજિસ્ટ્રેશન નંબર છે. આવો જાણીએ સંજય દત્તની આ નવી એસયૂવી કાર વિશે…
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
એન્જિન

રિપોર્ટ્સ મુજબ સંજય દત્તની નવી રેન્જ રોવર એસવી ઓટોબાયોગ્રાફી LWBમાં 5.0 લીટર સુપરચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 558 bhpનો પાવર અને 700Nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લૈસ છે.
સ્પીડ

રેન્જ રોવરનું આ વેરિયન્ટ 5.5 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 225 કિમી પ્રતિ કલાકની છે.
ફીચર્સ

આ લક્ઝરી એસયુવીમાં 21 ઈંચના વ્હીલ્સ, હીટેડ રિયર વિન્ડો, ઓટોમેટિક હેડલાઈટ્સ, ડીઆરએલ, રિયર ફોગ લાઈટ્સ સહિત ઘણા અન્ય ફીચર્સ છે. ઈન્ટિરિયરમાં મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ઈલેક્ટ્રિક વિન્ડો, લોક કરનારા ગ્લવબોક્સ પુશ બટન સ્ટાર્ટ, હીટેડ ફ્રંટ સીટ્સ, 10 ઈંચ રિયર સીટ એન્ટરટેનમેન્ટ સિસ્ટમ, 10 ઈંચ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા અન્ય શાનદાર ફીચર્સ ઉપસ્થિત છે.
સેફ્ટી

આ લક્ઝરી એયસૂવીમાં ઈમર્જેન્સી બ્રેક અસિસ્ટ, એબીએસ, હાઈટ એડસ્ટેબલ સીટ બેલ્ટ, પાવર ઓપરેટેડ ચાઈલ્ડ લોક, ફર્સ્ટ એડ કિટ, ફ્રંટ એરબેગ્સ અને ફ્રંટ સાઈડ એરબેગ્સ સહિત અન્ય સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ આપેલા છે.
કિંમત

રેન્જ રોવર એસયૂવીની એક્સ શોરૂમ કિંમત 1.81 કરોડ રૂપિયાથી 4.05 કરોડ રૂપિયા વચ્ચે છે. રિપોર્ટ્સ મુજબ, સંજય દત્તે ટોપ વેરિયન્ટ ખરીદ્યું છે, જેની એક્સ શોરૂમ કિંમત 4.05 કરોડ રૂપિયા છે. જોકે કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો છે કે સંજયે રેન્જ રોવર વોગ LWB વેરિયન્ટ ખરીદ્યું છે. જેની એક્સ શોરૂમ કિંમત 2.36 કરોડ રૂપિયા છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2UR7Lgc
No comments:
Post a Comment