Latest

Thursday, May 16, 2019

લગ્નના 10 વર્ષ બાદ પ્રેગ્નેન્ટ છે આ એક્ટ્રેસ, પહેલા સંતાનને આવકારવા માટે છે ઉત્સુક

લગ્નના 10 વર્ષ બાદ બંધાશે પારણું

ટીવી શો જમાઈ રાજાની એક્ટ્રેસ સારા અફરીન ખાનને ત્યાં લગ્નના 10 વર્ષ બાદ પારણું બંધાવાનું છે. એક્ટ્રેસ પ્રેગ્નેન્ટ છે. તેણે 2009માં અરફીન ખાન સાથે લગ્ન કર્યા હતા. કપલ પોતાના પહેલા સંતાનને લઈને ઘણા ઉત્સાહિત છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘પહેલા બાળકને લઈને ખુશ છીએ’

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં સારાએ કહ્યું કે, ‘જુલાઈમાં બાળક આવશે. અમે અમારા પહેલા સંતાનને લઈને ખુશ છે. દીકરો હોય કે દીકરી તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. આ સુંદર ભેટ આપવા માટે અમે ભગવાનનો આભાર માનીએ છીએ. સંતાન આવે તે પહેલા જ ઘણા ફેરફાર થવા લાગ્યા છે. આ ખૂબ અંગત વાત છે અને આ અંગે મેં નજીકના મિત્રો અને પરિવારને જાણ કરી હતી. હું ફેબ્રુઆરી મહિનાથી લંડનમાં છું’.

‘માતા બનવું એ ખાસ ફીલિંગ છે’

પ્રેગ્નેન્સીના શરૂઆતના મહિના અંગે સારાએ કહ્યું કે, ‘પહેલા કેટલાક મહિનાઓથી નહોતું લાગતું કે હું મા બનવાની છું. પરંતુ, હવે સમજાઈ રહ્યું છે. ખાસ કરીને બાળક અંદર હલનચલન કરે છે તે ખાસ ફીલિંગ છે. આ ફીલિંગથી વધારે જીવનમાં કંઈ ખાસ નથી’. બાળકના નામ અંગે એક્ટ્રેસે કહ્યું કે, ‘મને લાગે છે કે નામ ફાઈનલ કરવું તે સૌથી અઘરું છે. અમે તેના પર વિચાર કરી રહ્યા છીએ’.

ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે એક્ટ્રેસ

સારા સિયા કે રામ, ઝિંદગી વિન્સ, એજન્ટ રાઘવ, કહી સુની, લવ કા હૈ ઈન્તેઝાર જેવા શોમાં કામ કરી ચૂકી છે. સીરિયલ જમાઈ રાજાથી તેને ઓળખ મળી હતી. સારા બોલિવુડમાં પણ કામ કરી ચૂકી છે. એક્ટ્રેસ ટોટલ સયાપા અને પે બેક જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2WMpHX5

No comments:

Post a Comment

Pages