Latest

Wednesday, May 1, 2019

12 વર્ષ મોટા એક્ટરના પ્રેમમાં છે અનન્યા પાંડે, એક્ટ્રેસે કર્યો ખુલાસો

આ એક્ટરના પ્રેમમાં છે અનન્યા

ચંકી પાંડેની પુત્રી અને ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી અનન્યા પાંડેનું નામ કાર્તિક આર્યન સાથે જોડાયું છે. બંને ઘણીવાર સાથે હેન્ગઆઉટ કરતા સ્પોટ થયા છે, પરંતુ બંનેમાંથી હજુ સુધી કોઈએ રિલેશનશિપમાં હોવાની વાતને સ્વીકારી નથી. આ વચ્ચે અનન્યાએ જણાવ્યું કે તેને રિયલ લાઈફમાં કયા એક્ટર સાથે પ્રેમ છે.

‘વરુણ આ વિશે જાણે છે’

એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન અનન્યાએ તે એક્ટર વિશે વાત કરી જેને તે ખૂબ પસંદ કરે છે. તેણે કહ્યું કે તેને વરુણ ધવન ગમે છે. તેણે કહ્યું કે વરુણ ધવન ક્યૂટ છે અને તેનું એનર્જી લેવલ ગજબનું છે. અનન્યાએ તેમ પણ જણાવ્યું કે વરુણને પણ ખબર છે કે તે તેને પ્રેમ કરે છે, જેના કારણે તેના માટે સ્થિતિ અજીબ થઈ જાય છે.

કાર્તિકને ડેટ કરી રહી હોવાની ચર્ચા

કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 6’માં અનન્યાએ કહ્યું હતું કે તે કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા માગે છે. જે બાદ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2VJh5Du

No comments:

Post a Comment

Pages