કોંગ્રેસના નેતાનું ટ્વીટઃ

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂરા થયા બાદ કોઈપણ રાજનીતિક દળ જીતનો દાવો કરવામાં પાછુ નથી પડી રહ્યું. વિરોધ પક્ષને વિશ્વાસ છે કે તે આ વખતે મળીને મોદીના વિજય રથને રોકી દેશે. કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે મંગળવારે ટ્વીટ કર્યું કે નરેન્દ્ર મોદીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે, તેમની પાસે હવે ફક્ત 16 દિવસ બાકી રહી ગયા છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
પાંચ ડરામણા વર્ષનો અંતઃ
The count down has begun for Modi: 16 days and no more. Soon rats will jump the sinking ship. Five horrible years to end. Jai Ho Democracy. He did his best to debase and defile it but truth prevails. We shall overcome!
— Salman Khurshid (@salman7khurshid) May 7, 2019
ખુર્શીદે ટ્વીટ કરતા લખ્યું કે જલ્દી જ ઉંદરો ડૂબતા જહાજમાંથી કૂદવા માંડશે અને પાંચ ડરામણા વર્ષોનો હવે અંત આવવા જઈ રહ્યો છે. તેમણે એમ પણ લખ્યું કે મોદીએ ગંદકી ફેલાવાની કોશિશ કરી પરંતુ વિજય હંમેશા સચ્ચાઈનો થાય છે. ટ્વીટમાં ખુર્શીદે નરેન્દ્ર મોદી તરફથી સતત શહીદો માટે થતી ટિપ્પણી પર પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું.
રાહુલ ગાંધીના મોટા દાવાઃ

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની દરેક સભામાં દાવો કરી ચૂક્યા છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે અને આ વખતે ભાજપની હાર પાક્કી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે કોંગ્રેસના પ્રતિનિધિત્વમાં વિરોધ પક્ષ આ વખતે સરકાર રચશે.
દાવા કરવામાં ભાજપ પણ પાછળ નથીઃ

કોંગ્રેસ જીતના દાવા કરી રહી છે તો ભાજપ પણ પાછળ નથી. વડાપ્રધાન મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતાની દરેક સભામાં દાવો કર્યો છે કે દેશમાં આ વખતે સરકારના પક્ષમાં લહેર ચાલી રહી છે અને ભાજપને પહેલા કરતા પણ વધારે સીટ મળશે. જો કે પાર્ટીના મહાસચિવ રામ માધવે ચૂંટણી વચ્ચે જ કહ્યું છે કે રિઝલ્ટ પછી ભાજપને સરકાર રચવા સહયોગીઓની જરૂર પડશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા થયેલા અને સર્વે અને પોલમાં દર્શાવાયું હતું કે આ વખતે ભાજપ એકલાહાથે ચૂંટણી નહિ જીતી શકે અને NDAને પણ બહુમત મેળવવામાં મુશ્કેલી પડશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2ViWkiz
No comments:
Post a Comment