Latest

Friday, May 10, 2019

ફરી વકર્યો કંગના-રિતિકનો વિવાદ, આગળ વધી ‘સુપર 30’ની રિલીઝ

ફરી એકવાર ઊભર્યો કંગના-રિતિકનો વિવાદ

બોલિવૂડમાં એક્ટર રિતિક રોશન અને કંગના રનોટના વિવાદને ભલે ઘણો સમય થઈ ગયો હોય પણ તે કોઈને કોઈ રીતે ઊભરતો જ રહે છે. તાજેતરમાં જ જ્યારે રિતિકની ફિલ્મ ‘સુપર 30’ની રિલીઝ ડેટ આગળ વધી ત્યારે કંગનાએ આના પર એક્ટર ખરું-ખોટું સંભળાવ્યું. જણાવી દઈએ કે, પહેલા રિતિકની ‘સુપર 30’ અને કંગનાની ‘મેન્ટલ હૈ ક્યા’ એક જ તારીખ પર રિલીઝ થવાની હતી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આગળ વધારાઈ ‘સુપર 30’ની રિલીઝ

http://bit.ly/2JckcO7

જણાવી દઈએ કે, બંને ફિલ્મો પહેલા એક સાથે 26 જુલાઈના રોજ રિલીઝ થવાની હતી. બાદમાં વિવાદોને કારણે ‘સુપર 30’ની રિલીઝ ડેટ આગળ કરી દેવાઈ. તાજેતરમાં જ રિતિકે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારાઈ હોવાની જાણકારીવાળી એક નોટ પર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, તે પોતાની ફિલ્મને કોઈપણ પ્રકારના મીડિયા સર્કસથી પ્રભાવિત થવા દેવા માગતો નથી.

રિતિકે શેર કર્યો મેસેજ

આ જ કારણ છે કે, તેણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાનો નિર્ણય લીધો છે. રિતિકે લખ્યું કે, આવું કરવા પાછળનું કારણ મેન્ટલ ટૉર્ચરથી બચવું પણ છે. તેણે લખ્યું કે, ફિલ્મ બનીને તૈયાર છે. આામાં તેણે પોતાના પ્રોડ્યૂસર્સને ફિલ્મની ડેટ શિફ્ટ કરવાની અને જલ્દી નવી રિલીઝ ડેટની ઘોષણા કરવાની રિક્વેસ્ટ કરી છે. રિતિકે પોતાની નોટમાં લખ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી તે જે વિવાદને સહન કરી રહ્યો છે તે એક પ્રકારનું શોષણ છે. પણ આટલું બધું થયા બાદ પણ તે ચૂપ છે તો એટલે કેમ કે, એક સમય એવો આવશે જ્યારે લોકો આ બધી વાતો પર ધ્યાન નહીં આપે.

કંગના આ રીતે કર્યું રિએક્ટ

http://bit.ly/2JucCxP

રિતિકની ‘સુપર 30’ની રિલીઝ ડેટ શિફ્ટ થવાવાળી ટ્વીટ પર કંગનાએ કહ્યું કે, આ બધું સહાનુભૂતિ માટે થઈ રહ્યું છે. કંગનાએ એમ પણ લખ્યું કે, ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવા વિશેને નિર્ણય મધુ મન્ટેના અને એકતા કપૂરે એ નિર્ણય લીધો હતો કે, રિતિકની ફિલ્મની ડેટ શિફ્ટ થશે અને તેની ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ નક્કી રિલીઝ ડેટ પર રિલીઝ થશે.

એકતા કપૂરના નિર્ણય સન્માન કરું છું : કંગના

કંગનાએ લખ્યું કે, ‘ખબર નહીં કેમ રિતિકે આટલો ભાવુક કરી દેનારો મેસેજ પોસ્ટ કર્યો છે. હું તો ખુશ છું કેમ કે, મારી ફિલ્મ સોલો રિલીઝ થશે.’ કંગનાએ એમ પણ કહ્યું કે, ‘એકતા કપૂરના આ નિર્ણયનું તે ખૂબ જ સન્માન કરે છે કારણ કે, ઈન્ડસ્ટ્રી પર તો પુરુષોનું વર્ચસ્વ હાવી છે. આવામાં ફિલ્મની ડેટ શિફ્ટ કરાવી શકવી આસાન કામ નહોતું. હું તેના સાહસનું સન્માન કરું છું.’



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Jckepd

No comments:

Post a Comment

Pages